હવે સેકસી ઇશા ગુપ્તા ટોટલ ધમાલમાં ટુંકા રોલમાં રહેશે

News KhabarPatri
By News KhabarPatri 2 Min Read

મુંબઇ :  બોલિવુડમાં સેક્સ સિમ્બોલ તરીકે જાણીતી રહેલી ઇશા ગુપ્તા હાલમાં કેટલીક ફિલ્મોમાં કામ કરી રહી છે. જેમાં ચર્ચાસ્પદ ટોટલ ધમાલ ફિલ્મનો સમાવેશ થાય છે. આ ઉપરાંત તે એક દક્ષિણ ભારતની ફિલ્મમાં પણ કામ કરી રહી છે. એક્ટિંગની સાથે સાથે ઇશા હમેંશા મોડલિંગની દુનિયામાં ફોટો શુટ કરાવે છે. તે પોતાના ફોટો હમેંશા ચાહકો સાથે શેયર કરે છે અને ભારે લોકપ્રિયતા મેળવે છે. તે પોતાના ચાહકો સાથે ફોટો શેયર કરીને લાખો લાઇક્સ મેળવે છે. તેના ઇન્સ્ટાગ્રામ પર લાખો ચાહકો છે. તે વારંવાર ફોટો મુકતી રહે છે. તે બિકિની અવતારમાં તો કેટલીક વખત નજરે પડી ચુકી છે.

જેમાં તે હમેંશા સુપરહોટ તરીકે નજરે પડે છે.મોડલિંગ વર્લ્ડમાં તે વધારે સક્રિય રહે છે. ઇશા ગુપ્તાએ હવે નવા ફોટો રજૂ કર્યા છે. થોડાક દિવસ પહેલા તે Âસ્વમ શુટમાં ફોટો રજૂ કરી ચુકી છે. તે ટોટલ ધમાલ નામની ફિલ્મમાં કામ કરી રહી છે. જેમાં અજય દેવગન, અનિલ કપુર, માધુરી દિક્ષિત, રિતેશ દેશમુખનો પણ સમાવેશ થાય છે. ઇશા ગુપ્તા બોલિવુડમાં છેલ્લા કેટલાક સમયથી હોવા છતાં વધારે મોટી સફળતા હાંસલ કરી શકી નથી.  તે દક્ષિણ ભારતની એક ફિલ્મમાં કામ કરી રહી છે.

જેમાં વિનય વિધેય રમાનો સમાવેશ થાય છે. જેમાં તે દક્ષિણના સ્ટાર ગણાતા રામ ચરણની સાથે નજરે પડનાર છે. રામચરણ સાથે તેને ફિલ્મ મળતા તે ભારે ખુશ છે. તે અન્ય ભાષાની ફિલ્મો કરવા માટે પણ આશાવાદી છે. રામચરણના ચાહકો પણ ફિલ્મને લઇને આશાવાદી છે. ફિલ્મનુ શુટિંગ હાલમાં ચાલી રહ્યુ છે. સેક્સી ઇશા ગુપ્તા આવનાર સમયમાં પણ મોટી ફિલ્મો હાંસલ કરવા માટે આશાવાદી છે. તે માને છે કે તેની પાસે મોડલિંગના પણ મોટા કોન્ટ્રાક્ટ હાથમાં આવનાર છે.

Share This Article