મુંબઇ : તમામ પ્રકારની કુશળતા હોવા છતાં ઇલિયાના બોલિવુડની ફિલ્મોમાં સફળતા મેળવી લેવામાં સતત નિષ્ફળ સાબિત થઇ રહી છે. અજય દેવગનની સાથે ફિલ્મ બાદશાહોમાં તેની ચર્ચા થઇ હતી. જા કે નામ કરવામાં તે ફરી નિષ્ફળ રહી છે. આ ફિલ્મના ગીતોના કારણે તેની ચર્ચા રહી હતી. સતત નિષ્ફળતાના કારણને તે હતાશ નથી. ઇલિયાના અજય દેવગનની સાથે બે ફિલ્મમાં કામ કરી ગઇ છે. ઇલિયાનાને ટોપ સ્ટાર તરીકે કામ કરવાની તક મળ છે છતાં તેને સફળતા મળી રહી નથી. રૂસ્તમ બાદ તે અજય દેવગનની સાથે બાદશાહો ફિલ્મમાં નજરે પડી હતી. ત્યારબાદ રેડમાં પણ દેખાઇ હતી.
હવે હિન્દી અને દક્ષિણ ભારતની ફિલ્મો ઉપરાંત અન્ય ભાષાની ફિલ્મો કરવા માટે પ્રયાસ કરી રહી છે. ઇલિયાના ડી ક્રુઝ પર હવે બોલિવુડ અને દક્ષિણ ભારતની તેની ફિલ્મોમાં વધારે સેક્સી અને દેખાવડી દેખાવવા માટે દબાણ વધી રહ્યુ છે. ઇલિયાના દરેક ભાષાની ફિલ્મમાં કામ કરીને તેની કુશળતા સાબિત કરવા માટે તૈયાર દેખાઇ રહી છે. તેની પાસે હિન્દી ફિલ્મો વધારે આવી રહી નથી. પરંતુ તે દક્ષિણ ભારતની સારી ફિલ્મો મેળવી રહી છે. જેમાં ટોપ સ્ટાર કામ કરી રહ્યા છે. ઇલિયાના માને છે કે તે કોઇ પણ નિયમોમાં રહેવા માંગતી નથી. તેની પાસે આવેલી ફિલ્મો જુદા જુદા રોલ ધરાવે છે.
હાલના દિવસોમાં ઇલિયાના દબાણના તબક્કામાંથી પસાર થઇ રહી છે. સાહસી અને ખુબસુરત ઇલિયાના માને છે કે બોલિવુડમાં ટકી રહેવાની બાબત કોઇ મુસ્કેલ નથી. કારણ કે બોલિવુડમાં કુશળતા મુજબ તમામને ભૂમિકા મળી રહી છે.ખુબસુરત ઇલિયાના નિખાલસપણે કબુલે છે કે એક અભિનેત્રી તરીકે તે હમેંશા અનુભવ કરે છે કે તેને વધુને વધુ ખુબસુરત દેખાવવા માટેના પ્રયાસ કરવા જોઇએ અને આના માટે તે મહેનત પણ કરી રહી છે. ફિલ્મ બરફી મારફતે ઇલિયાનાએ પોતાની કેરિયરની જોરદાર શરૂઆત કરી હતી.