નવી દિલ્હી : સરહદ પર સ્નાઇપર્સની મદદથી ભારતના જવાનોને ટાર્ગેટ બનાવવાના કૃત્યો પાકિસ્તાન દ્વારા જારી રાખવામાં આવ્યા છે. આના કારણે ભારે ખળભળાટ મચી ગયો છે. હુમલાના કારણે નારાજ ભારતીય સેનાએ કહ્યુ છે કે આ પ્રકારના હુમલાનો બદલો લેવામાં આવનાર છે. સેનાએ સ્નાઇપર ઓપરેશનની તુલના જવાનોના મનોબળને તોડી પાડવા માટેના કૃત્ય તરીકે ગણાવીને આની નિંદા કરી છે. ભારતીય સેવાએ કહ્યુ છે કે આનો બદલો લેવામાં આવનાર છે.
કાશ્મીરના કુપવાડા જિલ્લામાં હુમલામાં સેનાના બે જેસીઓ શહીદ થયા હતા. સેનાના એક વરિષ્ઠ અધિકારીએ માહિતી આપતા કહ્યુ છે કે એલઓસી પર જવાનો અને કમાન્ડોના હુમલાના કારણે પરેશાની વધી રહી છે. હવે ભારતીય સેના શહાદતનો બદલો લેવા માટે તૈયાર છે. જા કે બદલા માટે સમય અને જગ્યા ભારતીય સેના દ્વારા નક્કી કરવામાં આવનાર છે.
ભારતીય સેનાને ગુપ્ત રીતે ટાર્ગેટ પાકિસ્તાની સેના દ્વારા વારંવાર કરવામાં આવે છે. ત્રાસવાદીઓને દેશમાં ઘુસાડી દેવાના હેતુથી એક પછી એક હુમલા પાકિસ્તાન દ્વારા સરહદ પર કરવામાં આવે છે. જવાનોના ધ્યાનને ભંગ કરીને ત્રાસવાદીઓને ઘુસાડી દેવાના પ્રયાસ કરવામાં આવે છે. જા કે આ વર્ષે મોટી સંખ્યામાં ત્રાસવાદીઓ માર્યા ગયા છે.