મુંબઈઃ બેંક ઓફ બરોડા, વિજ્યા બેંક અને દેના બેંકના મર્જરને લઇને ચર્ચા જોવા મળી રહી છે, ત્યારે મર્જર બાદ આ મહિનાના અંતમાં એક મહાકાય બેંક સપાટી ઉપર આવશે. આ મહિનાના અંત સુધી તમામ રુપરેખા પૂર્ણ કરી લેવામાં આવશે.
જરૂરિયાતો મુજબ મર્જરની સ્કીમ સંસદ સમક્ષ રજૂ કરવામાં આવશે. ૮મી જાન્યુઆરી સુધી સત્ર ચાલનાર છે. આ સ્કીમમાં તમામ બાબતોને આવરી લેવામાં આવશે. ત્રણ બેંકના સંબંધિત બોર્ડ દ્વારા રુપરેખા નક્કી કરવામાં આવશે જેમાં રેશિયો અને મૂડીની જરૂરિયાતોનો ઉલ્લેખ કરવામાં આવશે.
સરકારે પહેલાથી જ જાહેર ક્ષેત્રની બેંકિંગ વ્યવસ્થામાં પ્રથમ વખત ત્રિસ્તરીય મર્જર માટેનો માર્ગ મોકળો કરવા ફંડની વ્યવસ્થા કરવા તૈયારી દર્શાવી છે. મોદી સરકાર માને છે કે, આ નવી બેંક આગામી નાણાંકીય વર્ષની શરૂઆતથી અમલી બની જશે. આ હિલચાલ બાદ એસબીઆઈને પણ તે પાછળ છોડે તેમ માનવામાં આવે છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ ગયા વર્ષે પાંચ બેંકોને મર્જ કરી હતી જેમાં ભારતીય મહિલા બેંકનો પણ સમાવેશ થાય છે. આની સાથે જ વિશ્વની ૫૦ સૌથી મોટી બેંકોમાં સ્થાન મેળવી ગઈ હતી.
સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં નાણામંત્રી અરુણ જેટલીના નેતૃત્વમાં હિલચાલ હાથ ધરાઈ હતી. ત્રણ બેંકોને મર્જ કરીને એક મોટી બેંક બનાવવાનો નિર્ણય કરાયો હતો. નાણામંત્રીએ મર્જ કંપનીને મૂડી ટેકો આપવાની પહેલાથી જ જાહેરાત કરી છે. ત્રણ બેંકોને મર્જ કરીને એક મોટી બેંક બનાવવાનો નિર્ણય કરાયો હતો. અલ્ટરનેટીવ મેકેનિઝમનું નેતૃત્વ નાણામંત્રી જેટલી કરી રહ્યા છે. આ વ્યવસ્થામાં રેલવેમંત્રી પીયુષ ગોયેલ અને સંરક્ષણમંત્રી નિર્મલા સીતારામનનો સમાવેશ થાય છે.
મર્જ કંપનીઓનો કુલ કારોબારનો આંકડો ૧૪.૮૨ લાખ કરોડ રૂપિયાનો રહેશે. આની સાથે જ એસબીઆઈ અને આઈસીઆઈસીઆઈ બાદ આ ત્રીજી સૌથી મોટી બેંક બની જશે. નેટ એનપીએનો રેશિયો ૫.૭૧ ટકાનો રહેશે જે જાહેર ક્ષેત્રની બેંક (પીએસબી) કરતા વધુ સારો રહેશે. પીએસબીનો રેશિયો ૧૨.૧૩ ટકાની આસપાસનો રહ્યો છે.