ટ્રેલર્સને અદભુત પ્રતિસાદ મળ્યા પછી ZEE5એ આજે રંગબાઝ સિરીઝ લોન્ચ કરી હતી. આ એકશન સભર શોમાં સાકિબ સલીમ, આહાના કુમરા, તિગ્માંશુ ધુલિયા, રણવીર શોરી અને રવિ કિશન જેવા કલાકારો છે. ભાવ ધુલિયા દ્વારા દિગ્દર્શિત, સિદ્ધાર્થ મિશ્રા દ્વારા લિખિત અને જેએઆર પિક્ચર્સ નિર્મિત રંગબાઝનું વૈશ્વિક પ્રસારણ 22 ડિસેમ્બરે ZEE5 ઉપર 190થી વધુ દેશોમાંથી થશે. અસલ જીવનની ઘટનાઓથી પ્રેરિત આ નવ એપિસોડની વેબસિરીઝમાં 1990માં ઉત્તર પ્રદેશના સૌથી ખતરનાક ગેન્ગસ્ટરમાંથી એકનો પ્રવાસ બતાવવામાં આવ્યો છે.
ZEE5 ઈન્ડિયાના સીઈઓ તરુણ કટિયાલે જણાવ્યું હતું કે અદભુત વર્ષ પછી અમે એકશન સભર સિરીઝ રંગબાઝ રજૂ કરીને ઉચ્ચ ઉત્સુકતા સાથે વર્ષને અલવિદા કરી રહ્યા છીએ. અમારા હાલના સંશોધને એવું બતાવ્યું છે કે અસલ જીવનની ઘટનાઓથી પ્રેરિત અથવા આધારિત સિરીઝ માટે અમારા દર્શકોમાં ભારે રુચિ છે. આ શો ઉત્તર ભારતમાં પાત્રો પર આધારિત છે ત્યારે મહત્ત્વપૂર્ણ રીતે આ સાર્વત્રિક વારતા છે અને દેશભરના અમારા દર્શકો સાથે સુમેળ સાધશે. રંગબાઝમાં મજબૂત અને રિલેટેબલ પાત્રો ઉત્તમકક્ષાના કલાકારોએ ભજવ્યાં છે અને અમને વિશ્વાસ છે કે રાષ્ટ્રભરમાં અમને અદભુત પ્રતિસાદ મળશે. આ પહેલને ટેકો આપવા માટે અમે મલ્ટી- મિડિયા માર્કેટિંગ ઝુંબેશ રજૂ કરી છે, જે અમારા તરફથી અગાઉ કોઈએ ક્યારેય જોઈ નહીં જોઈએ.
ભારતની હૃદયભૂમિ યુપીમાં 1990ની પાર્શ્વભૂમિમાં સ્થાપિત રંગબાઝ શિવપ્રકાશ શુક્લાની વારતા આસપાસ વીંટળાયેલી છે, જે ભૂમિકા સાકિબ સલીમે ભજવી છે. તે ગુનાખોરીની અંધકારમય અને ગંદી દુનિયામાં રાચતા પુરુષની આસપાસ વીંટળાયેલી છે અને 1990ના પ્રદેશના સૌથી ખતરનાક ગેન્ગસ્ટરમાંથી એકની માનવીય બાજુ બતાવે છે.
સાકિબ સલીમે જણાવ્યું હતું કે રંગબાઝનું મારું પાત્ર શિવપ્રકાશ શુક્લાનું છે. આ શખસના ઘણા બધા લેયર છે અને દિગ્દર્શક ભાવ અને લેખક સિદ્ધાર્થ મિશ્રા એમને પટકથા સમજાવી અને એપિસોડ્સ કથન કર્યા ત્યારે તેના વિશે જાણવા મળ્યું. હું તાત્કાલિક પાત્રને પ્રેમમાં પડી ગયો, કારણકે મને મનગમતી ગેન્ગસ્ટરની ભૂમિકા મળવાની હતી. લોકો જાણે છે કે કેમ તે ખબર નથી, પરંતુ હું હંમેશાં ગેન્ગસ્ટરની ભૂમિકા ભજવવા માગતો હતો. કોઈ અન્ય કારણસર નહીં પરંતુ હું કોણ છું તેનાથી સાવ અલગ રીતે સાચું અને ખોટું શું છે તે જાણવાની આ શખસની માનસિકતા હું સમજવા માગતો હતો. કલાકાર તરીકે આક્રિયાત્મકતા પર કામ કરવાનો અનુભવ અત્યંત સંતોષજનક હતો. મારી કારકિર્દીમાં આ તબક્કે આવું કશું કરી શક્યો તે મારા માટે આ સાકાર કરનાર ZEE5નો હું આભારી છું. સદનસીબે આ મારો ઉત્તમ પ્રવાસ રહ્યો છે અને આ શક્ય
બનાવવા માટે યુવા ટીમ દિવસ રાત મહેનત લઈ રહી છું અને અમને જે પ્રતિસાદ મળી રહ્યો છે તે જોતાં મને આશા છે કે લોકો આ જોશે ત્યારે અમને બનાવવામાં મજા આવી તેમ તેમને જોવામાં મજા આવશે.
આહાના કુમરાએ જણાવ્યું હતું કે મુખ્યપાત્રની પ્રેમિકા બબીતાના પણ ઘણા બધા લેયર છે. તે પ્રેમમાં છે, પરંતુ અત્યંત વફાદાર, બહાદુર, ચતુર અને સામાજિક દબાણોને કઈ રીતે ઝીલવા તે સારી રીતે જાણે છે. સાકિબ એકદમ પ્રોફેશનલ છે અને તેની સાથે અને આખી ટીમ સાથે કામ કરવાની તેથી જ બહુ મજા આવી. ઝી5ના ઉપભોક્તાઓ આ શો જોઈને કેવો પ્રતિસાદ આપે છે તેની મને ઉત્સુકતા છે.
દિગ્દર્શક ભાવ ધુલિયાએ જણાવ્યું હતું કે રંગબાઝ મારે માટે રસપ્રદ અને પડકારજનક છે. અમે શિવપ્રકાશ શુક્લાને 1990ના સૌથી ખતરનાકમાંથી એક ગેન્ગસ્ટર અને તેની માનવીય બાજુ બતાવવા માગતા હતા. પાવર- પેક્ડ અને અજોડ કલાકારો તિગ્માંશુ ધુલિયા, રવિ કિશન, રણવીર શોરી, સાકિબ અને આહાના જોડે કામ કરવાનો અનુભવ અદભુત રહ્યો.
ફેબ્રુઆરી 2018માં લોન્ચ થઈ ત્યારથી ઝી5એ હિંદી, મરાઠી, બંગાળી, તમિળ, તેલુગુ અને મલયાલમ ભાષામાં મૂળ કન્ટેન્ટમાં ભારે રોકાણ કર્યું છે. મુવીઝ અને વેબસિરીઝ સહિત બધી મૂળ કન્ટેન્ટના ડબ્ડવર્ઝન્સ બધી ભાષામાં ઉપલબ્ધ છે. આ સાથે પ્રાદેશિક સબ્સ્ક્રિપ્શન પેક્સ પણ અગાઉ આ મહિનામાં અમે તમિળ, તેલુગુ અને કન્નડ ભાષી દર્શકો માટે રજૂ કર્યા તે મંચ માટે વિજેતા સાબિત થયા છે.
12 ભાષામાં લગભગ 3500થી વધુ ફિલ્મ, 500થી વધુ ટીવી શો, 4000થી વધુ મ્યુઝિક વિડિયો, 35થી વધુ થિયેટર પ્લે અને 90થી વધુ લાઈવ ટીવી ચેનલો સાથે ઝી 5 ખરાઅર્થમાંરાષ્ટ્ર અને વિશ્વવ્યાપી તેના દર્શકો માટે બેજોડ કન્ટેન્ટ ઓફરનું સંમિશ્રણ આપે છે. ઝી5 સાથે બ્રાન્ડ તરીકે દેશભરમાં વ્યાપક સરાહના કરવામાં આવી રહી છે તે ઝિંદગીની વૈશ્વિક કન્ટેન્ટે તેના વફાદાર દર્શકોને પાછા લાવ્યા છે.