ઠંડીના દિવસોમાં શ્રદ્ધાળુઓની વધતી જતી સંખ્યાને ધ્યાનમાં લઇને હવે વૈષ્ણો દેવી દર્શન માટે શ્રદ્ધાળુઓને મોટી રાહત આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આના ભાગરૂપે વૈષ્ણો દેવી દર્શન માટે દિલ્હીથી વૈષ્ણોદેવી કટરા વચ્ચે ખાસ ટ્રેન દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ ટ્રેન કુલ ૨૨ ફેરા લગાવનાર છે. માતા વૈષ્ણો દેવી કટરા-દિલ્હી વીકલી સ્પેશિયલ ટ્રેન ૨૩મી ડિસેમ્બરથી ૧૩ જાન્યુઆરી સુધી આ ટ્રેન દોડાવવામાં આવનાર છે.
આ ટ્રેન આવતીકાલથી શરૂ કરવામાં આવ્યા બાદ ૧૩મી જાન્યુઆરી સુધી ચાલશે. દર રવિવારના દિવસે ટ્રેન રવાના કરાશે. આ ટ્રેન કટરાથી રાત્રે નવ વાગે ચાલીને આગામી દિવસો સવારે ૧૧.૨૦ વાગે દિલ્હી પહોંચી જશે. જ્યારે વાપસીમાં આ ટ્રેન ૨૪મી ડિસેમ્બરી ૧૪મી જાન્યુઆરી સુધી દરેક સોમવારના દિવસે દોડાવવામાં આવનાર છે. દિલ્હી જક્શનથી આ ટ્રેન સાંજે ૬.૨૫ વાગે રવાના થયા બાદ આગામી દિવસે સવારે ૯.૦૫ વાગે માતા વૈષ્ણૌદેવી કટરા ખાતે પહોંચી જશે. આના કારણે શ્રદ્ધાળુઓને મોટી રાહત થઇ રહી છે.
છેલ્લા કેટલાક સમયથી રેલવે દ્વારા આ દિશામાં વિચારણા કરવામાં આવી રહી હતી. રેલવે દ્વારા અન્ય કેટલીક ટ્રેનો પણ વૈષ્ણો દેવી માટે ચલાવવામાં આવી છે.શ્રદ્ધાળુઓની સંખ્યાને ધ્યાનમાં લઇને ગયા વર્ષે પણ નવા વર્ષના પ્રસંગે ખાસ ટ્રેન ચલાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.