મુંબઇ : વૈશ્વિક બજારમાં મંદી અને વેચવાલીના દોર વચ્ચે આજે શેરબજારમાં જારદાર કડાકો બોલી ગયો હતો. બ્લેક ફ્રાઇડેની સ્થિતિ રહી હતી. જંગી કડાકાના કારણે મૂડીરોકાણકારોએ અભૂતપૂર્વ સંપત્તિ ગુમાવી દીધી હતી. આજે કારોબારના અંતે બીએસઈ સેંસેક્સ ૧.૮૯ ટકા અથવા તો ૬૯૦ પોઇન્ટ ઘટીને ૩૫૭૪૨ની સપાટીએ રહ્યો હતો. બીજી બાજુ નિફ્ટીમાં પણ ઉલ્લેખનીય ઘટાડો જાવા મળ્યો હતો. આજે શેરબજારમાં મંદી એટલી હદ સુધી હતી કે, સેંસેક્સમાં ૩૦ શેર પૈકીના ૨૭ શેરમાં કડાકો બોલી ગયો હતો. માત્ર ત્રણ શેરમાં તેજી જામી હતી. આરઆઇએલ, ઇન્ફોસીસ, ટીસીએસ, એચડીએફસી બેંકમાં સૌથી મોટો કડાકો બોલી ગયો હતો. નિફ્ટીમાં ૧૯૮ પોઇન્ટનો ઘટાડો રહેતા તેની સપાટી ૧૦૭૫૪ રહી હતી. નિફ્ટીમાં અથવા તો એનએસઈમાં બાવન સપ્તાહની સપાટીમાં ૪૦ શેર રહ્યા હતા જેમાં ડીએસએમ લિમિટેડનો સમાવેશ થાય છે. આઠ કાઉન્ટરો ઉપર એક વર્ષની ઉંચી સપાટી જાવા મળી હતી.
બ્રોડર માર્કેટમાં બીએસઈ મિડકેપ ઇન્ડેક્સમાં ૨૭૬ પોઇન્ટનો ઘટાડો રહ્યો હતો જેથી તેની સપાટી ૧૫૨૫૩ રહી હતી. એસએન્ડપી સ્મોલકેપ ઇન્ડેક્સમાં ૧૪૮ પોઇન્ટનો ઘટાડો રહેતા તેની સપાટી ૧૪૬૩૪ રહ્યો હતો. વ્યÂક્તગત શેરોની વાત કરવામાં આવે તો એનડીટીવીના શેરમાં ૧૦ ટકાની અપર સર્કિટ લિમિટ જાવા મળી હતી. આ કાઉન્ટર પર જારદાર લેવાલી જામી હતી. બાટા ઇÂન્ડયાના શેરમાં આજે સ્થિતિ સારી રહી હતી. એશિયન શેરબજારમાં શુક્રવારના દિવસે ઘટાડો રહ્યો હતો. વોલ સ્ટ્રીટમાં મંદીની દહેશતને લઇને ઘટાડો રહ્યો હતો. જાપાનના નિક્કીમાં ૧.૧ ટકાનો ઘટાડો રહ્યો હતો. યુએસ ફેડરલ દ્વારા વ્યાજદરમાં વધારો કરવામાં આવ્યો હતો. ૨૫ બેઝિક પોઇન્ટનો વધારો યુએસ સેન્ટ્રલ બેંક દ્વારા કરવામાં આવ્યો હતો. જા કે, ૨૦૧૯ માટે ઓછા રેટ વધારાની સ્થિતિ રહેશે તેવી વાત પણ કરવામાં આવી છે.
શેરબજારમાં સતત ઉતારચઢાવના કારણે કારોબારી હાલમાં દિશાહીન થયેલા છે. ગયા મંગળવારના દિવસે સંસદનું શિયાળુ સત્ર શરૂ થયું હતું. ૮મી જાન્યુઆરીના દિવસે આ સત્ર ૨૯ દિવસના ગાળા બાદ પૂર્ણ થશે. મોટા આર્થિક સુધારા પણ રજૂ કરવામાં આવી શકે છે પરંતુ સામાન્ય ચૂંટણી પહેલા સરકાર કેટલાક લોકપ્રિય પગલા જાહેર કરી શકે છે. વિધાનસભાની ચૂંટણીમાં કારમી હાર થયા બાદ મોદી સરકાર મોટા પગલા લેવા જઈ રહ્યા છે.કેન્દ્ર સરકાર હવે આગામી વર્ષે લોકસભાની ચૂંટણી યોજાનાર છે ત્યારે કેટલાક લોકલક્ષી પગલા લેવાની દિશામાં આગળ વધી રહી છે.આની અસર સીધી રીતે જોવા મળી શકે છે. ભારતીય રિઝર્વ બેંક દ્વારા ડિસેમ્બર મહિનામાં રોકડ રકમ ઠાલવવાની જાહેરાત કરવામાં આવ્યા બાદ તેની અસર જોવા મળી રહી છે. રિઝર્વ બેંકે બેંકોમાં ૧૦૦૦૦ કરોડ રૂપિયા વધારીને ૫૦૦૦૦ કરોડ રૂપિયા ઠાલવવાનો નિર્ણય કર્યો છે. કેન્દ્રીય રિઝર્વ બેંકે મુખ્ય બજાર મારફતે ૪૦૦૦૦ કરોડ રૂપિયાની રોકડ રકમ ઠાલવવાની પણ જાહેરાત કરી છે.ગુરૂવારના દિવસે કારોબારના અંતે બેંચમાર્ક ઇન્ડેક્સ શરૂઆતમાં મંદી રહ્યા બાદ અંતે ફ્લેટ કારોબાર રહ્યો હતો. કારોબારના અંતે સેંસેક્સ ૫૩ પોઇન્ટ ઘટીને ૩૬૪૩૨ની સપાટીએ રહ્યો જ્યારે બ્રોડર નિફ્ટી ૫૦ ઇન્ડેક્સમાં ૧૬ પોઇન્ટનો ઘટાડો રહેતા તેની સપાટી ૧૦૯૫૨ રહી હતી. આજે કારોબારનો છેલ્લો દિવસ હોવાથી રવિવારના દિવસે જારી કરવામાં આવનાર માર્કેટ મૂડીના આંકડાને લઇને પણ અંધાધૂંધી રહી શકે છે. બીએસઈમાં ઇન્ટ્રાડે કારોબાર દરમિયાન તીવ્ર ઘટાડો રહ્યો હતો. બીએસઈ સેંસેક્સમાં હાલમાં ઉથલપાથલ જારી રહી છે. એશિયન શેરબજારમાં પણ આજે પ્રવાહી સ્થિતિ રહી હતી. ચીનના શેરબજારમાં સ્થિતિ હવે સુધરી રહી છે. જાપાનના નિક્કીમાં ૧૨ ટકા સુધીનો ઘટાડો આ વર્ષમાં નોંધાઈ ચુક્યો છે. જા કે, આજે હેંગસેંગમાં ૦.૫ ટકાનો ઉછાળો રહ્યો હતો.