નવી દિલ્હી: દિલ્હી હાઈકોર્ટે આજે એસોસિએટ્સ જનરલ્સ લિમિટેડ (એજેએલ) દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી દીધી હતી. આની સાથે જ કોંગ્રેસ પાર્ટીને મોટો ફટકો પડ્યો હતો. બે સપ્તાહની અંદર જ હવે હેરાલ્ડ હાઉસ ખાલી કરવા માટેનો આદેશ કરવામાં આવ્યો છે. હાઈકોર્ટમાં અરજી ફગાવી દેવામાં આવી છે. ૩૦મી ઓક્ટોબરના દિવસના હેરાલ્ડ હાઉસ ખાલી કરવાના ચુકાદાને પડકાર ફેંકીને નેશનલ હેરાલ્ડના પ્રકાશક એસોસિએટ્સ જનરલ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીને દિલ્હી હાઈકોર્ટે આજે ફગાવી દીધી હતી. આઈટીઓમાં સંકુલને ખાલી કરવા એજેએલને બે સપ્તાહની મહેતલ આપવામાં આવી છે. તેના ચુકાદામાં કેન્દ્ર સરકારે કેટલીક બાબતોનો ઉલ્લેખ કર્યો હતો જેમાં પ્રકાશક દ્વારા ૫૬ વર્ષ જુની ભાડાપટ્ટાની શરતોના ભંગનો સમાવેશ થાય છે. આ મામલામાં સુનાવણી કરનાર જસ્ટિસ સુનિલ ગૌરે ૨૨મી નવેમ્બરના દિવસે તેમનો ચુકાદો અનામત રાખ્યો હતો.
૩૦મી ઓક્ટોબરની સરકારની નોટિસ ઉપર એજેએલની અરજી પર ચુકાદો અનામત રાખવામાં આવ્યો હતો. કોંગ્રેસ પાર્ટીને આની સાથે જ મોટો ફટકો પડ્યો છે. તમામ પક્ષોને સાંભળ્યા બાદ હાઈકોર્ટે ચુકાદો અનામત રાખ્યો હતો. સુનાવણી દરમિયાન જ્યારે હાઇકોર્ટે સરકારના વકીલ તુષાર મહેતાને પ્રશ્ન કર્યો હતો ત્યારે કહેવામાં આવ્યું હતું કે, આ બિલ્ડિંગથી અખબાર શરૂ કરવામાં આવ્યું હતું. જ્યારે હેરાલ્ડ હાઉસમાંથી અખબાર ચલાવવામાં આવી રહ્યું છે ત્યારે બિલ્ડિંગને પરત લઇ શકાય છે કે કેમ. આના ઉપર મહેતાએ કહ્યું હતું કે, આ બિલ્ડિંગમાંથી અખબાર શરૂ કરવામાં આવ્યું હતું જ્યારે કાર્યવાહી કરવા અને લીઝ ખતમ કરવાનો નિર્ણય કરાયો હતો. એજેએલ તરફથી કોર્ટમાં ઉપસ્થિત થયેલા કોંગ્રેસના નેતા મનુ સિંઘવીએ કહ્યું હતું કે, બે અધિકારી નેશનલ હેરાલ્ડ હાઉસના સંકુલમાં પહોંચ્યા હતા જે જવા જાઇએ ન હતા. તેઓએ કોર્ટની સમક્ષ ફોટોગ્રાફ પણ રજૂ કર્યા હતા.
સિંઘવીએ કહ્યું હતું કે, તમામ પ્રિન્ટ અને પ્રેસનું કામ શરૂ થયું હતું. ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ પટિયાલા હાઉસ કોર્ટમાં નેશનલ હેરાલ્ડ મામલામાં ફરિયાદ દાખલ કરી હતી. ફરિયાદમાં સુબ્રમણ્યમ સ્વામીએ આક્ષેપ કર્યો હતો કે, કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી, યુપીએના અધ્યક્ષ સોનિયા ગાંધી અને અન્યએ કાવતરા હેઠળ ૫૦ લાખ રૂપિયાની ચુકવણી કરીને છેતરપિંડી કરી હતી જેના મારફતે યંગ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડે ૯૦.૨૫ કરોડ રૂપિયાની રકમ વસુલ કરવાના અધિકારો મેળવી લીધા હતા જેને એસોસિએટ્સ જનરલને કોંગ્રેસને આપવાના હતા. આ મામલામાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, મોતીલાલ વોરા, ઓસ્કાર ફર્નાન્ડિઝ, શામ પિત્રોડા, સુમન દવે આરોપી તરીકે છે. આ તમામ આરોપી હાલમાં જામીન ઉપર છે. રાહુલ ગાંધી અને કોંગ્રેસના અન્ય વરિષ્ઠ નેતાઓની મુશ્કેલી આના લીધે વધી શકે છે. કેન્દ્ર સરકારના વલણનો એજેએલ દ્વારા વિરોધ કરાયો હતો અને કહ્યું હતું કે, વેબ એડિશનની શરૂઆત ૨૦૧૬માં થઇ હતી. પ્રિન્ટિંગ પ્રેસની ગેરહાજરીનો મુદ્દો રહેલો નથી. સરકારે એપ્રિલ ૨૦૧૮ સુધી આ મામલે મૌન પાળ્યું હતું. હવે નિરીક્ષણ માટે નોટિસ જારી કરી હતી. ઓક્ટોબરમાં ચકાસણીના ધારાધોરણ પાળવામાં આવ્યા ન હતા.