નવી દિલ્હી : નીતિ આયોગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકારને જુદા જુદા વિષય પર શ્રેણીબદ્ધ ભલામણ કરી દીધી છે. આ ભલામણમાં વર્ષ ૨૦૨૨ સુધી શિક્ષણ પર ખર્ચને વધારી દેવા, મીટરથી ખેડુતોને વીજળી આપવા, સૌપ પંપને પ્રોત્સાહન આપવા, આરોગ્યના ક્ષેત્રમાં રોકાણને વધારી દેવા, નિર્માણ ક્ષેત્રમાં વિકાસ દરને બે ગણી કરવા, દરેક નાગરિકને આવાસની સુવિધા આપવા જેવી શ્રેણીબદ્ધ ભલામણ કરવામાં આવી છે. બજેટ પહેલા નીતિ આયોગની ભલામણ નીચે મુજબ છે
- સિવિલ સર્વિસેજ માટે સામાન્ય વર્ગમાં મહત્તમ વયને ત્રણ વર્ષ ઘટાડી દેવા માટે ભલામણ
- નિર્માણના ક્ષેત્રમાં વિકાસ દરને બે ગણો કરવા માટેની ભલામણ
- ખેડુતોની આવકને બે ગણી કરવા માટે ખાસ ધ્યાન કેન્દ્રિત કરવાની ભલામણ
- કૃષિ ક્ષેત્ર માટે મીટરથી ખેડુતોને વીજળી આપવા અને સૌર પંપને પ્રોત્સાહન આપવાની ભલામણ
- કૃષિ ક્ષેત્ર માટે ખાતર, વીજળી અને પાક વીમા જેવી બાબતો માટે અલગ અલગ સબસિડી આપવાને બદલે પ્રત્યક્ષ કરવેરા લાભ ટ્રાન્સફર હેઠળ પ્રતિ એકર જમીન માટે શરૂઆતમાં સબસિડી આપવામાં આવે તેવી વાત કરવામાં આવી છે
- સિવિલ સર્વિસની પરીત્રામાં હિસ્સો લેનાર સામાન્ય વર્ગના ઉમેદવારની વર્તમાન વયને ૩૨ વર્ષથી ઘટાડીને ૨૭ વર્ષ કરી દેવાની વાત કરવામાં આવી છે. આને ૨૦૨૨-૨૩ સુધી અમલી કરવાની વાત કરવામાં આવી છે
- આને ૨૦૨૨-૨૩ સુધી અમલી કરવાની વાત કરવામાં આવી છે
- વર્ષ ૨૦૨૨ સુધી શિક્ષણ પર જીડીપી ટકાવારી બે ગણી કરીને ઓછામાં ઓછા છ ટકા કરવાની વાત કરવામાં આવી છે. શિક્ષણમાં કેન્દ્ર અનેરાજ્યોની ફાળવણી આશરે ત્રણ ટકા છે
- શિક્ષકો માટે કઠોર યોગ્યતા પરીક્ષા રાખવાની વાત કરવામાં આવી છે
- સૌથી ગરીબ રાજ્યોમાં લોનમાફીથી માત્ર ૧૦થી ૧૫ ટકા ખેડૂતોને જ ફાયદો થઇ રહ્યો છે. સંસ્થાકીય લોન ખુબ ઓછી સંખ્યામાં ખેડૂતો મેળવે છે.