જાડેજાની પસંદગી ન કરાતાં કોહલીને અનેક પ્રશ્નો થયા

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

પર્થ :  પર્થ ક્રિકેટ ટેસ્ટ મેચમાં ભારતની ઓસ્ટ્રેલિયાના હાથે ૧૪૬ રને હાર થયા બાદ ચાહકોમાં તથા નિષ્ણાતોમાં જારદાર પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે. બીજી ઇનિંગ્સના ૨૮૭ રનના લક્ષ્યાંકનો પીછો કરતા આજે અંતિમ દિવસે ટીમ ૧૪૦ રન કરીને આઉટ થઇ ગઇ હતી. મેચ બાદ કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું હતું કે, ઓસ્ટ્રેલિયન ટીમે જારદાર બેટિંગ કરી છે. સાથે સાથે તેમની બોલિંગ પણ અસરકારક રહી હતી. તેમને પોતાના ચાર ઝડપી બોલરો પાસેથી સારા દેખાવની અપેક્ષા હતી પરંતુ સ્પીનર ઉપર ઓછી અપેક્ષા હતી. આજ કારણસર જાડેજાની પસંદગી ઉપર વિચારણા કરવામાં આવી ન હતી. મેચ બાદ કોહલીએ કહ્યું હતું કે, અમે કેટલાક ક્ષેત્રોમાં સારો દેખાવ કરી શક્યા હતા પરંતુ અન્ય કેટલાક ક્ષેત્રમાં નિષ્ફળ પણ રહ્યા છે.

કોહલીએ વિપક્ષી ટીમની ભરપૂર પ્રશંસા કરતા કહ્યું હતું કે, ઓસ્ટ્રેલિયાએ અમારા કરતા વધુ સારી રમત રમી હતી. ઓસ્ટ્રેલિયન ટીમ જીતવા માટે હકદાર હતી. ભારતીય કેપ્ટને કબૂલાત કરી હતી કે, જા લક્ષ્ય ૩૦-૪૦ રન ઓછા રહ્યું હોત તો ફાયદો થયો હતો. તેમણે એમ પણ કહ્યું હતું કે, ઓસ્ટ્રેલિયન ટીમે વધુ સારો દેખાવ કર્યો હતો. બોર્ડ ઉપર સ્કોર પણ સારો દેખાવ હતો. કોહલીએ પોતાના બોલરોના દેખાવને લઇને સંતોષની લાગણી વ્યક્ત કરી હતી.

જાડેજાને કેમ તક આપવામાં આવી ન હતી તે અંગે પૂછવામાં આવતા કોહલીએ કહ્યું હતું કે, અમે પીચને જાતા ચાર ઝડપી બોલરો પાસેથી વધારે સારા દેખાવની અપેક્ષા હતી પરંતુ આ ગણતરી યોગ્ય સાબિત થઇ ન હતી. ઝડપી બોલરોને ફાયદો થશે તેમ લાગી રહ્યું હતું. નાથન લિયોને આ વિકેટ પર સારી બોલિંગ કરી હતી. ભુવનેશ્વરની જગ્યાએ ઉમેશને તક આપવાના મુદ્દે વિરાટે કહ્યું હતું કે, ભુવનેશ્વરે હાલમાં કોઇ વધારે મેચો રમી નથી. ઉમેશે છેલ્લી ટેસ્ટમાં ૧૦ વિકેટ ઝડપી હતી.

Share This Article