જયપુર : ઇન્ડિયન પ્રિમિયર લીગની ૧૨મી સિઝન માટે ખેલાડીઓની હરાજી કરવામાં આવી હતી. આર્કિટ્રેક્ચરમાંથી ક્રિકેટર બનેલા વરુણ ચક્રવર્તી ઉપર ૪૨ ગણી વધુ બોલી લાગી હતી અને તેને ૮.૪ કરોડ રૂપિયામાં ખરીદી લેવામાં આવતા આને લઇને આઈપીએલમાં ઉત્સુકતા રહેશે. આજે એક એવા ખેલાડી ઉપર પૈસાનો વરસાદ થયો હતો જેની કોઇને અપેક્ષા ન હતા. આ હેરાન કરી દેનાર નામ વરુણ ચક્રવર્તી છે. કિંગ્સ ઇલેવન પંજાબે તેને ૮.૪ કરોડ રૂપિયામાં ખરીદી લીધો હતો. આઈપીએલ-૨૦૧૯ માટે આજે જયપુરમાં ખેલાડીઓની હરાજી શરૂ થઇ હતી. અનેક ખેલાડીઓ ઉપર ખુબ ઉંચી બોલી લાગી હતી જેમાં શિવમ દુબેને આરસીબીએ પાંચ કરોડ રૂપિયામાં ખરીદી લીધો હતો જ્યારે જયદેવ ઉનડકટને રાજસ્થાન રોયલ્સે ૮.૪ કરોડ રૂપિયામાં ખરીદી લીધો હતો તેની બેઝ પ્રાઇઝ ૧.૫ કરોડ રૂપિયા હતી.
આવી જ રીતે અક્ષર પટેલની એક કરોડની બેઝ પ્રાઇઝ હતી અને તેને ડેક્કન ચાર્જરે પાંચ કરોડમાં ખરીદી લીધો હતો. વેસ્ટઇન્ડિઝના કાર્સોલ બ્રેથવેઇટને પાંચ કરોડ રૂપિયામાં અને હેટમાયરને આરસીબીએ ૪.૨ કરોડમાં ખરીદી લીધો હતો. મોહમ્મદ સામી ૪.૮ કરોડમાં વેચાયો હતો. જા કે, આજે તમામને આશ્ચર્યચકિત કરનારમાં બે ખેલાડીઓ રહ્યા હતા જેમાં ઉનડકટ અને વરુણ ચક્રવર્તીનો સમાવેશ થાય છે. બપોરે ત્રણ વાગે હરાજીની પ્રક્રિયા શરૂ થઇ હતી. આ હરાજીમાં કુલ ૩૫૧ ખેલાડીઓને સામેલ કરાયા હતા જે પૈકી ૨૨૮ ભારતીયો હતા. આઈપીએલમાં સામેલ આઠ ફ્રેન્ચાઈઝીસ દ્વારા બોલી લગાવવામાં આવી હતી. વેસ્ટઇન્ડિઝના હેટ માયરની પણ ઉંચી બોલી લાગી હતી. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે તેને પચાસ લાખથી વધુ આઠ ગણી રકમ ઉપર ખરીદી લીધો હતો. હેટ માયર હજુ સુધી આઈપીએલમાં રમ્યો નથી. પ્રથમ વખત રમવા માટે મેદાનમાં ઉતરશે. ૨૧ વર્ષના હેટમાયરને આરસીબીએ ૪.૨ કરોડ રૂપિયામાં ખરીદી લીધો છે. પોતાની કેરિયરમાં હજુ સુધી ૧૯ મેચમાં હેટ માયરે ૪૯૮ રન કર્યા છે જેમાં એક સદી અને બે અડધી સદીનો સમાવેશ થાય છે. તે છ ઇન્ટરનેશનલ ટ્વેન્ટી મેચ રમ્યો છે.
હેટમાયર ૧૦ ટેસ્ટ મેચ અને ૨૦ વનડે મેચો રમી ચુક્યો છે. તેના નામ ઉપર ત્રણ સદી અને બે અડધી સદી છે. ટેસ્ટમાં ચાર અડધી સદી કરી ચુક્યો છે. આજે હરાજીની પ્રક્રિયામાં ભારે ઉત્સુકતા રહી હતી. કિંગ્સ ઇલેવન પંજાબ અને કોલકાતાની ટીમ વચ્ચે ખેલાડીઓને લઇને જારદાર સ્પર્ધા જામી હતી. ૨૦ લાખ રૂપિયાથી બોલી શરૂ થઇ હતી અને આ બોલી ૮.૪ કરોડ ઉપર અટકી હતી. વરુણ ચક્રવર્તીને હજુ સુધી કોઇ ઓળખતા નથી. ૧૩ વર્ષની વયના ક્રિકેટ કેરિયરની શરૂઆત કરનાર વરુણ વિકેટકીપર બેટ્સમેન છે. ચેન્નાઈમાં આર્કિટ્રેક્ચરમાં ડિગ્રી મેળવી છે. ટેનિસ બોલ સાથે તે રમતો રહ્યો હતો. આખરે તે આર્કિટ્રેક્ચરમાંથી નિકળીને પ્રોફેશનલ ક્રિકેટર બન્યો હતો. વરુણે સ્પીનર બનવાનો નિર્ણય કર્યો હતો. ચેન્નાઈ લીગની ચોથી સિઝનમાં તે જ્યુબિલી ક્રિકેટ ક્લબમાં સામેલ થયો હતો અને સાત મેચોમાં ૩૧ વિકેટ ઝડપી હતી તેની પાસે અનેક કુશળતા રહેલી છે જેમાં સાત વેરિએશન રહેલા છે. હરાજીમાં આજે ૧૧૯ રમેલા ખેલાડીઓ, ૨૨૯ નહીં રમેલા _ખેલાડીઓ ઉપર બોલી લાગી હતી. બે કરોડના બેકેટમાં સૌથી વધારે ખેલાડીઓ રહ્યા હતા. હેટ માયર, ઉનડકટ અને વરુણ ચક્રવર્તીએ તમામનું ધ્યાન દોર્યું હતું. બેઝ પ્રાઇઝ કરતા ખુબ વધું કિંમતે અનેક ખેલાડીઓ વેચાયા હતા. રાજસ્થાનના નાથુસિંહને ૨૦ લાખમાં ખરીદાયો હતો. વરુણ ચક્રવર્તી પર સૌથી ઉંચો દાવ લાગ્યો હતો. સરફારઝ ખાનને ૨૫ લાખમાં કિંગ્સ ઇલેવન પંજાબે ખરીદ્યો હતો. શિવમ દુબેને પાંચ કરોડમાં બેંગ્લોરે ખરીદ્યો હતો. ઝંપા ઉપર કોઇ દાવ લાગ્યો ન હતો.