નવી દિલ્હી : શેરબજારમાં આજે ફરી એકવાર મંદીનુ મોજુ ફરી વળ્યુ હતુ. છેલ્લા સમાચાર મળ્યા ત્યારે સેંસેક્સ ૧૯૦ પોઇન્ટ ઘટીને ૩૬૦૭૯ની નીચી સપાટી પર હતો. આવી જ રીતે નિફ્ટી ૬૦ પોઇન્ટ ઘટીને ૧૦૭૨૮ની નીચી સપાટી પર હતો. દરમિયાન ડોલરની સામે રૂપિયામાં ૨૩ પૈસાનો સુધારો થયો હતો. આની સાથે જ તેની સપાટી ૭૧.૩૩ રહી હતી. શેરબજારમાં સતત ફેરફારના કારણે કારોબારી હાલમાં દિશાહીન થયેલા છે. ડોલરની સામે રૂપિયાની ચાલ, ક્રુડની કિંમતો અને અન્ય પરિબળો વચ્ચે શેરબજારમાં પ્રવાહી સ્થિતી રહી શકે છે. ગયા મંગળવારના દિવસે સંસદનું શિયાળુ સત્ર શરૂ થયું હતું.
૮મી જાન્યુઆરીના દિવસે આ સત્ર ૨૯ દિવસના ગાળા બાદ પૂર્ણ થશે. ૨૦૧૯ની સામાન્ય ચૂંટણી પહેલા એનડીએ સરકારના અંતિમ ફુલ સેશન તરીકે આને જાવામાં આવે છે. આ સત્ર દરમિયાનના ઘટનાક્રમ ઉપર તમામની નજર રહેશે. કેટલાક મહત્વપૂર્ણ બિલ રજૂ કરવામાં આવી શકે છે. મોટા આર્થિક સુધારા પણ રજૂ કરવામાં આવી શકે છે પરંતુ સામાન્ય ચૂંટણી પહેલા સરકાર કેટલાક લોકપ્રિય પગલા જાહેર કરી શકે છે.
વિધાનસભાની ચૂંટણીમાં કારમી હાર થયા બાદ મોદી સરકાર મોટા પગલા લેવા જઈ રહ્યા છે. જે બિલ ઉપર સરકાર ધ્યાન કેન્દ્રિત કરી ચુકી છે તેમાં કંપની સુધારા બિલ, ત્રિપલ તલાક બિલ અને ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલ (સુધારા બિલ)નો સમાવેશ થાય છે.વિદેશી રોકાણકારો હાલમાં રોકાણને લઇને પણ સાવધાની રાખી રહ્યા છે. કારણ કે પ્રવાહી સ્થિતી છે. કારોબારી જાખમ લેવા માટે વધારે તૈયાર દેખાઇ રહ્યા નથી.