અમદાવાદ: રાજ્યમાં રાજકોટ, અમદાવાદ જેવા મોટા શહેરોમાં સીઆરપીસી ૧૪૪ના જાહેરનામાનો સૌથી વધુ દુરઉપયોગ થઈ રહ્યો છે. રાજ્યમાં સીઆરપીસી ૧૪૪ના જાહેરનામાંથી ભય અને ડરનું વાતાવરણ ભાજપ સરકાર ઉભું કરી રહી હોવાનો આક્ષેપ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડાp. મનીષ દોશીએ જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરમાં સીઆરપીસી ૧૪૪ હેઠળ ૧૭ પ્રકારના વિવિધ જાહેરનામામાં ૭૭૮ દિવસ સભા સરઘસ બંધથી ઘરઘાટી સુધીના જાહેરનામાં અને રાજકોટ શહેરમાં સીઆરપીસી ૧૪૪ હેઠળ ૮૦થી વધુ જાહેરનામાં હેઠળ ૪૬૫ દિવસમાંથી ૨૨૦ દિવસનો સમાવેશ થાય છે.
અમદાવાદ અને રાજકોટમાં સીઆરપીસી ૧૪૪ જાહેરનામાં જ દર્શાવે છે કે રાજ્યમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ કેવી છે. ખેડુતો, બેરોજગાર યુવાનો, પાટીદારો, દલિતો, બક્ષીપંચ, આદિવાસી, સહિતના સામાન્ય નાગરિકો તેમના હક્ક અને અધિકાર માટે મંજુરી માંગે તો ભાજપ સરકાર ૧૪૪ની કલમ દ્વારા સભા-સરઘસ બંધી ફરમાવે છે. સલામત અને શાંત રાજ્યની વાહવાહી લુંટતા ભાજપના રાજમાં ગુજરાતમાં બે વર્ષમાં થયેલ ૧૨૭૫૮ આત્મહત્યા, ૨૨૧૧-ખૂન અને ૨૨૧૫ ખૂનની કોશિષના આંકડાઓ મુજબ રોજ ૧૮ નાગરિકો આત્મહત્યા કરે છે, રોજ ૩ કરતાં વધુ ખૂન થાય છે અને ૩ કરતાં વધુ ખૂનની કોશિષ થાય છે.
ત્યારે ભ્રષ્ટાચાર એપી સેન્ટર ગૃહ વિભાગ અને ભાજપ સરકારની સલામત ગુજરાતની ગુલબાંગોના પર્દાફાશ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડાp. મનીષ દોશીએ જણાવ્યું હતું કે, બાળકો ગુમ થવાના આંકડાઓ રાજ્ય સરકારના ગૃહ વિભાગની નિÂષ્કયતા અને નિષ્ફળતા છતી કરે છે. જે રીતે આંકડા બહાર આવ્યા છે તેમાં ખાસ કરીને કેટલી છે તે તપાસનો વિષય છે. માનવ તસ્કરી રોકવા રાજ્ય સરકાર સક્રિયતા દાખવે તે અત્યંત જરૂરી છે. છેલ્લા બે વર્ષમાં ગુમ થયેલ બાળકોની સંખ્યા ૪૯૮૯ છે. જ્યારે ગુમ થયેલ બાળકોની સંખ્યા ૪૯૫૧ છે. બાળકો ગુમ થવાના આંકડાઓ રાજ્ય સરકારના ગૃહ વિભાગની નિષ્ક્રિયતા અને નિષ્ફળતા છતી કરે છે. જે રીતે આંકડા બહાર આવ્યા છે તેમાં ખાસ કરીને દીકરીઓ કેટલી છે તે તપાસનો વિષય છે. માનવ તસ્કરી રોકવા રાજ્ય સરકાર સક્રિયતા દાખવે તે અત્યંત જરૂરી છે. છેલ્લા બે વર્ષમાં ગુમ થયેલ ૪૮૦૦ બાળકો પૈકી પોલીસ તંત્ર હજુ સુધી ૧૧૫૦ બાળકોની ભાળ મેળવી શક્યું નથી. મહિલાઓ ગુમ થવાના આંકડાઓ રાજ્ય સરકારના ગૃહ વિભાગની નિષ્ક્રિયતા અને નિષ્ફળતા છતી કરે છે.