અમદાવાદ : ભારતમાં આજે માથાના વાળ ખરવાની સમસ્યા અને માથામાં ટાલ પડવાની સમસ્યા દિન પ્રતિદિન ગંભીર અને ચિંતાજનક બનતી જાય છે. ખાસ કરીને પુરૂષોમાં આ સમસ્યા વધુ પ્રમાણમાં જાવા મળી રહી છે અને તે વધતી જાય છે. એક અંદાજ મુજબ, ૫૦ ટકા કેસોમાં માથામાં ટાલ પડવાની સમસ્યામાં જીનેટીકલી કારણો જવાબદાર હોય છે, જયારે બાકીના ૩૦થી ૪૦ ટકા કિસ્સામાં માનસિક તાણ, અનિયમિત અને આડેધડ આહાર શૈલી સહિતના કારણો જવાબદાર હોય છે. વાળની સમસ્યા અને તેના નિરાકરણ માટે હાલ લેટેસ્ટ સ્ટેમસેલના સંશોધન ચાલી રહ્યા છે પરંતુ તે હજુ ઇનીશીઅલ સ્ટેજમાં છે, પરંતુ હાલ તો, ભારત સહિત વિશ્વમાં હેર ટ્રાન્સપ્લાન્ટ અને હેરવીવીંગ અને વીગના વિકલ્પો ઘણા પ્રચિલત છે.
જેમાં હેર ટ્રાન્સપ્લાન્ટમાં પણ એફયુઆઇ પધ્ધતિની સૌથી વધુ ડિમાન્ડ છે એમ અત્રે આઠમી વર્લ્ડ આયુર્વેદ કોંગ્રેસ અને આરોગ્ય અક્ષ્પોમાં ભાગ લેવા આવનાર રાષ્ટ્રીય પુરસ્કાર આયુર્વેદ નિષ્ણાત અને વિશ્વના પ્રથમ આયુર્વેદ હેર કલીનીક વીએચસીએના ડિરેકટર ડો.મુકેશ અગ્રવાલે જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, લોકોના માથાના વાળ પરત્વે ખાસ કરીને તેની સારસંભાળ અને માવજતને લઇ એટલા ગંભીર હોતા નથી, જેના કારણે ઘણીવાર તેમના વાળ ઓછા થઇ જાય કે ગુમાવી બેસે પછી સભાનતા કેળવવાનો વારો આવે છે પરંતુ ત્યાં સુધીમાં બહુ મોડું થઇ જાય છે. યોગ્ય આહારશૈલી, આયુર્વેદમાં નિર્દિષ્ટ જીવનચર્યા અને વીએચસીએના આયુર્વેિદક ઉપચારો અને સારવારથી વાળની માવજત, રક્ષણ અને તેની ટકાઉતા શકય બની શકે છે. ડો. મુકેશ અગ્રવાલે ઉમેર્યું કે, હાલ દેશમાં વીએચસીએના ૧૫થી વધુ હેર કલીનીક છે અને ૨૦૨૫ સુધીમાં તેઓ દેશભરમાં ૧૦૦ વધારાના હેર કલીનીક અને ૧૦૦૦ જેટલા એસોસીએટ્સ હેર કલીનીક સ્થાપવાનું આયોજન ધરાવે છે.
તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે, તેમના આયુર્વેદ હેર કલીનીકમાં તમામ નિદાન, સારવાર અને દવા બિલકુલ પ્રાચીન આયુર્વેદ પધ્ધતિ પર આધારિત અને ઓર્ગેનીક છે, તેમાં કોઇ કેમીકલનો વપરાશ કે ઉપયોગ હોતો નથી. આગામી માર્ચ-૨૦૧૯માં વીએચસીએ હેર કલીનીક આયુર્વેદ અને મોર્ડન હેર સાયન્સ એગની રાષ્ટ્રીય પરિષદ- ટ્રાઇકોન-૨૦૧૯નું નવી દિલ્હી ખાતે આયોજન કરી રહી છે, જેમાં દેશ-વિદેશમાંથી નિષ્ણાત તબીબો, આયુર્વેદ નિષ્ણાતો અને તજજ્ઞો ભાગ લેશે. આ પ્રસંગે ટ્રાઇકોન-૨૦૧૯ના વડા ડો.શ્રીકાંત બાબુ પેરુગુ અને વીએચસીએના ચીફ મેડિકલ ઓફિસર ડો.વિશ્વજીત રાજપૂતે જણાવ્યું હતું કે, વીએચસીએ હેર કલીનીક દ્વારા હેર ડાયગ્નોસિસ, હેર ટ્રાન્સપ્લાન્ટ, હેર સ્પા, આયુર્વેદ ટ્રીટમેન્ટ સહિતની તમામ સારવાર નિષ્ણાત આયુર્વેદ તબીબો અને તજજ્ઞો થકી આપવામાં આવે છે, જેનાથી વ્યકિતને સંતોષજનક અને પરિણામલક્ષી ઉકેલ મળતા હોવાનું સિધ્ધ થયું છે. તેમણે ઉમેર્યું કે, અમદાવાદમાં યોજાયેલા આઠમી વર્લ્ડ આયુર્વેદ કોંગ્રેસ અને આરોગ્ય અક્ષ્પોએ ગુજરાત અને દેશ માટે નવા સીમાચિહ્નો સર્જયા છે, જેમાં તેણે વિશ્વભરના લોકોને ભારતની આયુર્વેદની તાકાતનો પરિચય કરાવ્યો છે. જે બહુ મોટી સફળતા કહી શકાય.