અમદાવાદ- મુંબઇ અને દિલ્લીમાં સાત સફળ સિઝન બાદ પ્રતિષ્ઠિત બ્રોડવે વર્લ્ડ ઈન્ડિયા એવોડર્ વિજેતા બેેસ્ટ નાટક મુઘલ-એ-આઝમ : ધ મ્યુઝિકલ હવે અમદાવાદ આવી રહ્યું છે. જાહેરાત શહેરમાં આયોજિત એક પ્રેસ કોન્ફરન્સમાં કરવામાં આવી. કોકોનટ મિડિયા બોક્સ એલએલપીના માલિક રશ્મિન મજીઠિયા, દેશના સૌથી મોટા થિયેટર પ્રોડક્શનના ડાયરેક્ટર ફિરોઝ અબ્બાસ ખાન અને ક્રિએટિવ એન્ડ સ્ટ્રેટેજિક વિઝન : મુઘલ-એ-આઝમ શાપૂરજી પાલોનજીના દિપેશ સાલ્ગિયા મિડિયા સાથે વાતચીત સમયે ઉપસ્થિત રહ્યા હતા.
ડાયરેક્ટર ફિરોઝ અબ્બાસ ખાને કહ્યું, “મારો અમદાવાદ અને અહીંના લોકો સાથે લાંબા સમયથી સંબંધ રહ્યો છે. મુઘલ-એ-આઝમને આ સુંદર શહેરમાં લાવીને હું ખુશ છું અને હવે મને અહીંના શ્રોતાઓની પ્રતિક્રિયાઓની રાહ છે. થિયેટરને લઇને ગુજરાતના લોકો પ્રેમ અને સમજ બંને રાખે છે. આ માટે અમે અનુભવ કર્યો કે અમદાવાદ આવીને અહીં પ્રદર્શન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.”
દીપેશ સલ્ગિયા જણાવ્યું કે મુંબઈમાં અમારા દર્શકોનો મોટો ભાગ ગુજરાતી લોકો રહ્યા છે. તેઓ નાટકથી પ્રેમ કરે છે અને હંમેશા આવે છે. તેથી અમદાવાદ અમારી પહેલી પસંદગી હતું.
ભારતના સૌથી મોટા થિયેટર પ્રોડક્શન મુઘલ-એ-આઝમ કાલખંડની વેશભૂષા મનીષ મલ્હોત્રા દ્વારા તૈયાર કરવામાં આવી છે. મંચ પર લાઇવ સિંગિંગ ક્લાસિકલ ગીતની સાથે ‘જબ પ્યાર કિયા તો ડરના ક્યાં’ થી ‘મોહે પનઘટ’ ને આંતરરાષ્ટ્રીય સ્તરની કોરિયોગ્રાફર મયૂરી ઉપાધ્યાયે જીવંત કરીને અમદાવાદના દર્શકોને આશ્ચર્યચકિત કરવાની ગેરંટી આપી.
કોકોનટ ઇવેન્ટ, કોકોનટ મીડિયા બોક્ષ એલએલપીની એક સહયોગી સંસ્થા છે અને લાઇવ થિયેટર પ્લેઝ, લાઇવ મ્યુઝિકલ ઇવેન્ટ્સ, રાષ્ટ્રીય સ્તરના કાર્પોરેટ ઇવેન્ટ્સના આયોજન અને હોસ્ટ કરવામાં નિષ્ણાંત છે. મુઘલ-એ-આઝમ : ધ મ્યૂઝિકલના ૭ ટિકટ શો ટ્રાન્સસ્ટેડિયા, કાંકરિયા, અમદાવાદ ખાતે ૮ થી ૧૧ માર્ચ ૨૦૧૮ દરમિયાન આયોજીત કરવામાં આવશે. શાપૂરજી પલ્લોનજીએ મુઘલ-એ-આઝમ : ધ મ્યૂઝિકલનું નિર્માણ કર્યું છે.
કોકોનટ ઇવેન્ટ અમદાવાદના દર્શકો માટે મોટા પ્રદર્શનોનું આયોજન અને હોસ્ટિંગ કરીને નવી ઊંચાઇઓ સુધી પહોંચી ચૂક્યું છે. આ પહેલા કોકનટ ઇવેન્ટ સોનૂ નિગમ, સુનિધી ચૌહાણ, શ્રેયા ઘોષાલ, કૈલાસ ખેરનો એ મોટો મ્યૂઝિકલ કન્સર્ટ કરી ચૂક્યું છે. રિપબ્લિક ડેના અવસર પર ૨૬ જાન્યુઆરી ૨૦૧૮એ ફરહાન અખ્તર, શંકર મહાદેવન, અહસાન અને લોય કોકોનટ ઇવેન્ટ દ્વારા આયોજિત ફ્રેન્ડ્સ ઇન કન્સર્ટમાં પર્ફોર્મ કરશે.
કોકનટ મીડિયા બોક્સ એલએલપીના ઓનર રશ્મિન મજીઠિયાનું માનવું છે કે કોઇપણ રૂપે મનોરંજનને પૂરા મનોહરી ઢંગથી આયોજીત કરવામાં આવવું જોઇએ જેથી ઇન્ડસ્ટ્રી તેને ટોચની ઘટના રૂપે યાદ રાખે.
હું મારા કાર્યક્રમોમાં મુઘલ-એ-આઝમ : ધ મ્યુઝિકલને સામેલ કરવા ચાહીશ, કેમકે આ નાટક ભારતમાં પોતાના સમય અને ઉંમરના સૌથી મહાન અને સૌથી શાનદાર નાટકોમાંથી એક છે. દર્શકોને કલાકારોના ઉત્કૃષ્ટ પ્રદર્શન, મંચ અને સંગીતના અદ્દભુત કલાકારોની સાથે જોડવામાં આવશે જેનાથી તમે તમારા પગને થનકતા રોકી નહી શકો.