- ગુજરાતની ઔદ્યોગિક શાંતિ અને સલામતી રોકાણકારોને આકર્ષે છે : મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી
- મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનાં હસ્તે ક્રોમેની સ્ટીલ પ્લાન્ટની શિલાન્યાસ વિધિ સંપન્ન
- વાયબ્રન્ટ સમીટ અંતર્ગત ઇન્ડો-ચાઇના પ્રોજેકટ હેઠળ રૂા. ૧૫ હજાર કરોડનાં ખર્ચે સ્ટીલ પ્લાન્ટનું નિમાર્ણ થશે
વાયબ્રન્ટ ગુજરાત-૨૦૧૭ની ફળશ્રૃતિ રૂપે કચ્છના મુન્દ્રા પાસે કુંદરોડી અને રતાળિયા ગામ પાસે આગામી પાંચ વર્ષમાં રૂ. ૧પ હજાર કરોડના રોકાણથી સ્થપાનારા વાર્ષિક ૩૦ લાખ ટનની ઉત્પાદન ક્ષમતાવાળા સ્ટીલ પ્લાન્ટનું મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આજે ખાતમુહૂર્ત કર્યું હતું. ઇન્ડો-ચાઇના કંપનીના સંયુક્ત સાહસ સમી ક્રોમોની સ્ટીલ પ્લાન્ટના કારણે આ વિસ્તારના આઠથી દસ લાખ લોકોને રોજગારી પ્રાપ્ત થશે. મુખ્યમંત્રીશ્રીએ આ તકે ગુજરાતમાં રોકાણ-બિઝનેસ ૧૭ પોલીસી બનાવી છે અને કારણે ગુજરાત ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસમાં અગ્રેસર બન્યું છે.
મુખ્યમંત્રીશ્રીએ આ સંદર્ભમાં ઉમેર્યું કે મુંદ્રા વિસ્તારમાં આટલા મોટા રોકાણના કારણે કચ્છના વિકાસનું ભાગ્ય નવેસરથી લખાશે. કચ્છમાં આવેલા ગોઝારા ભૂકંપ બાદ કોઇ માનતું નહોતું કે આ મરુભૂમિ ફરી ઉભી શકશે. પરંતુ, નરેન્દ્રભાઇ મોદીની દીર્ઘદ્રષ્ટિ અને અથાક મહેનતના કારણે કચ્છ વિકાસના પાટા ઉપર ફરી બેઠું થયું અને પૂરપાટ ઝડપે દોડવા લાગ્યું છે. એક સમય એવો હતો કે કચ્છ માત્ર લિગ્નાઇટની ખાણો માટે જ ઓળખાતો હતો. આજે અનેક પ્રકારના ઉદ્યોગો કચ્છમાં કાર્યરત થઇ ગયા છે. ઔદ્યોગિક વિકાસમાં પણ કચ્છ અગ્રેસર બન્યું છે. ઔદ્યોગિક શાંતિ અને સલામતી રોકાણકારોને ગુજરાતમાં આકર્ષે છે.
કચ્છના વિકાસમાં ભૌતિક અને માળખાકીય સુવિધાના કારણે કચ્છનો વિકાસ થયો હોવાની વાતનો ઉલ્લેખ કરતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે મસમોટું રોકાણ કચ્છમાં આવવાનું એક કારણ પોર્ટનો વિકાસ પણ છે. પોર્ટ ડેવલપમેન્ટના કારણે દુનિયાભરની સાથે કચ્છથી વેપાર થાય છે. આ જ પોર્ટના કારણે આ સ્ટીલ પ્લાન્ટનો કાચો માલ ઇન્ડોનેશિયાથી આવશે. મુખ્યમંત્રીશ્રીએ આશાવાદ વ્યક્ત કર્યો કે ભારતના સૌથી મોટા સ્ટીલ પ્લાન્ટ કચ્છમાં કાર્યરત થતાં દેશની જરૂરિયાત માટે સ્ટીલ ઓછું આયાત કરવું પડશે.
સ્વાગત પ્રવચનમાં ઇસ્કોન ગૃપનાં ચેરમેન પ્રવિણભાઇ કોટકે સ્ટીલ પ્લાન્ટની વિસ્તૃત માહિતી આપતા જણાવ્યુ હતુ કે, આ પ્લાન્ટમાં પાંચ વરસમાં રૂા. ૧૫ હજાર કરોડથી વધારે રોકાણ કરીને પ્લાન્ટને કાર્યાવિન્ત કરવામાં આવશે. જેના થકી આ વિસ્તારમાં આઠ થી દસ હજાર લોકોને રોજગારી મળશે. જે ભારતનો સૌથી મોટો સ્ટીલ પ્લાન્ટ બની રહેશે.તેમણે આ રાજય સરકારની ઇઝ ઓફ ડુઇંગબીઝનેસ પ્રત્યે પ્રતિબદ્ધતાની પ્રશસાં કરતા કહ્યું કે, જે મંજુરીઓ મળવામાં બે વરસ જેવો લાંબો સમય લાગે તે માત્ર છ મહિનાની ટુંકાગાળાની અવધીમાં અમને મળી ગઇ હતી આ પ્લાન્ટથી આ વિસ્તારમાં વિકાસનાં નવા દ્વાર ખુલશે તેવો તેમણે આશાવાદ વ્યકત કર્યો હતો.
ટીશાંગશાન કંપનીના ચેરમેન શોઅન ગોઆંદે પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. આ પ્રસંગે કંપનીનાં અગ્રણીઓ તથા વિવિધ સમાજ શ્રેષ્ઠીઓ તથા ઉદ્યોગપતિઓ ધ્વારા અદકેરૂ સન્માન કરવામાં આવ્યુ હતું તેમજ મુખ્યમંત્રીશ્રીનાં હસ્તે ચીન ઉપસ્થિત રહેલ મહાનુભાવોનુ અને સાહસિક ઉદ્યોગકારોનું સન્માન કર્યુ હતું.
પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીએ તેમનાં ઉદબોધનમાં જણાવ્યુ હતુ કે, કચ્છએ વિકાસનું મોડેલ છે. ગુજરાતમાં કચ્છ આગવું અને અનોખુ છે. તેનો પ્રારંભ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇએ કરાવ્યો હતો. આજે આ પ્રગતિને શ્રી વિજયભાઇએ તેજ ગતિ આપી છે.