નવી દિલ્હી : પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ફેરફારનો સિલસિલો જારી રહ્યો છે. આજે આંતરરાષ્ટ્રીય સ્થિતીને ધ્યાનમાં લઇને તેલ કિંમતોમાં વધારો કરવામાં આવ્યો હતો. પેટ્રોલની કિંમતમાં ૧૯-૨૦ પૈસા સુધીનો વધારો કરવામાં આવ્યો હતો. જ્યારે ડીઝલની કિંમતમાં ૯-૧૦ પૈસા સુધીનો વધારો કરવામાં આવ્યો હતો. છેલ્લા બે મહિનાના ગાળામાં આશરે ૩૧ ટકાનો ઘટાડો કરવામાં આવ્યા બાદ આંતરરાષ્ટ્રીય ક્રુડ કિંમતોને વર્તમાન સપાટી પર સ્થિર કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.
ઓક્ટોબર મહિનામાં ઉંચી સપાટીએ પહોંચી ગયા બાદથી પેટ્રોલની કિંમતમાં લીટરદીઠ ૧૪-૧૫ રૂપિયા સુધીનો ઘટાડો થઇ ગયો છે જ્યારે ડિઝલની કિંમતમાં લીટરદીઠ ૧૧-૧૨ રૂપિયા સુધીનો ઘટાડો થયો છે. જા કે હવે ફરી એકવાર ફેરફારનો સિલસિલો જારી થયો છે. આંતરરાષ્ટ્રીય ક્રુડ ઓઇલની કિંમતમાં વધુ ઘટાડો થતા હવે રાહત વધી રહી છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતો બેન્ચમાર્ક ફુયઅલના વૈશ્વિક રેટ પર આધારિત હોય છે. સતત ઘટાડાના કારણે એકબાજુ ડીઝલની કિંમત હવે ત્રણ મહિનાની નીચી સપાટી પર પહોંચી છે. આવી જ રીતે પેટ્રોલની કિંમતમાં આઠ મહિનાની નીચી સપાટી જોવા મળી રહી છે. દેશના મોટાભાગના વિસ્તારોમાં ફ્યુઅલની કિંમતમાં સતત ફેરફારની સ્થિતિ જાવા મળી રહી છે.
શુક્રવારના દિવસે બ્રેન્ટ ક્રૂડની કિંમતમાં ફરી એકવાર વધારો થયો હતો અને કિંમત વધીને ૬૧ ડોલર પ્રતિ બેરલની આસપાસ રહી હતી. પેટ્રોલની કિંમતો ઓક્ટોબર મહિનામાં રેકોર્ડ ઉંચી સપાટીએ પહોંચ્યા બાદથી ૨૦ ટકા સુધી ઘટી ચુકી છે જેનાથી મોંઘવારી વચ્ચે લોકો અને વાહન ચાલકોને રાહત થઇ છે. છેલ્લા થોડાક દિવસના ગાળામાં જ ડોલર સામે રૂપિયામાં ત્રણ ટકાથી વધુનો ઘટાડો નોંધાઈ ચુક્યો છે. ભારતમાં રિટેલ તેલ કિંમતો આંતરરાષ્ટ્રીય તેલ કિંમતો અને ડોલર-રૂપિયા એક્સચેંજ રેટ ઉપર આધારિત રહે છે. ઓક્ટોબર મહિનામાં સૌથી ઉંચી સપાટી પર પહોંચી ગયા બાદથી તેમાં ૩૧ ટકા સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ઘટાડાના કારણ હવે લોકોને મોંઘવારીમાં રાહત મળી છે. ભાવ છેલ્લા કેટલાક મહિનાની નીચી સપાટી પર પહોંચી ગયા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં તેલની કિંમત સતત ઘટી રહી છે. અલબત્ત ઓપેક દેશોએ ક્રુડની ઘટતી જતી કિંમતોને ધ્યાનમાં ઉત્પાદનમાં કાપ મુકવાનો નિર્ણય કર્યો છે.