અમદાવાદઃ જીવા આયુર્વેદના ડિરેક્ટર ડૉ. પ્રતાપ ચૌહાણ 16મી ડિસેમ્બરે 8મી વર્લ્ડ આયુર્વેદ કોંગ્રેસ (ડબલ્યુએસી)માં ‘આયુર્વેદ સાથે માનસિક સારવાર’ અંગે આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિ મંડળને સંબોધશે. આ કાર્યક્રમ 14થી 17 ડિસેમ્બર દરમિયાન અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન સેન્ટરમાં યોજાઈ રહ્યો છે. આ કાર્યક્રમનું આયોજન ભારત સરકારના આયુષ મંત્રાલયના સહયોગમાં વર્લ્ડ આયુર્વેદ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમમાં જીવા આયુર્વેદે હેન્ગર-એ, પેવેલિયન 11માં એક સ્ટોલ બનાવ્યો છે, જ્યાં મુલાકાતીઓ તેમની સ્વાસ્થ્ય સમસ્યાઓ, માટે વરિષ્ઠ ડૉક્ટર્સની સલાહ લઈ શકે છે, દવાઓ મેળવી શકે છે અને સુખાકારીના ઉત્પાદનો ખરીદી શકે છે. આ સ્ટોલ મફત વીપીકે પ્રકૃતિ પરીક્ષણની પણ સુવિધા પૂરી પાડશે, જ્યાં મુલાકાતીઓ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ દ્વારા સંચાલિત પરીક્ષણ કરાવી શકે છે અને તેમની આયુર્વેદ પ્રકૃતિ શોધી શકે છે, જેના આધારે તેઓ વ્યક્તિગત જીવન પદ્ધતિ અને આહાર અંગેની ભલામણો મેળવી શકે છે. યુવા પેઢીને આકર્ષવા માટે કિઓસ્ક્સને પણ આકર્ષક બનાવવામાં આવ્યો છે.
‘જીવા આયુર્વેદ સ્વાસ્થ્ય ક્ષેત્રે આયુર્વેદને આગળ લાવવાની’ વર્લ્ડ આયુર્વેદ ફાઉન્ડેશનની ફિલસૂફીને ટેકો આપે છે અને વર્ષ 2014થી વર્લ્ડ આયુર્વેદ કોંગ્રેસની અગાઉની બધી જ આવૃત્તિઓમાં ભાગ લીધો છે. આયુર્વેદનો આશય સ્વસ્થ લોકોનું સ્વાસ્થ્ય જાળવી રાખવાનો અને બીમાર હોય તેવા લોકોની સારવાર કરવાનો છે. આધુનિક જીવન પદ્ધતિમાં જીવન ખૂબ જ ઝડપી બન્યું છે ત્યારે આપણે ભાગ્યે આપણી જાત પ્રત્યે ધ્યાન આપીએ છીએ. આપણે ઘણો બધો સમય મોબાઈલ ફોન્સ અને કમ્પ્યુટર્સ પર પસાર કરીએ છીએ. તેનાથી માનસિક અને શારીરિક બીમારીઓ અથવા અસંતુલનનો ભોગ બનીએ છીએ. આયુર્વેદ સૂચવે છે કે આપણે શારીરિક, માનસિક અને આત્મિક એમ વિવિધ સ્તરે આપણી સાચી પ્રકૃતિને આપણે ઓળખીએ અને અનાજ, જીવન પદ્ધતિ, કસરત અને ઔષધીઓની પસંદગી તે મુજબ કરીએ, જે આપણા મગજ અને શરીરની સારવારમાં મદદરૂપ થઈ શકે છે.’ તેમ ડૉ. ચૌહાણે જણાવ્યું હતું.
છેલ્લા 10 વર્ષોમાં જીવા આયુર્વેદ દ્વારા સમગ્ર ભારતમાં 5 બીમારીઓ અને 10 લાખ દર્દીઓની સારવાર કરાઈ
બીમારીઓ |
દર્દીઓની સંખ્યા |
મસા અને અપચાની લાંબા સમયની બીમારી |
2,55,000 |
સાંધાની બીમારીઓ |
2,40,000 |
વાળ અને ત્વચાની બીમારીઓ |
1,65,000 |
મધુપ્રમેહ |
1,20,000 |
શ્વાસોચ્છ્વાસ સંબંધી બીમારીઓ |
1,20,000 |
સમગ્ર દેશમાં 80 જીવા ક્લિનિક્સમાંથી ચાર ક્લિનિક્સ ગુજરાતમાં – ઘાટલોડિયા, મણિનગર, વડોદરા, અને સુરતમાં છે. આ ક્લિનિક્સ ગુજરાતના લોકોને આયુર્વેદની ગુણવત્તાપૂર્ણ સારવાર અને દવાઓની સુવિધા પૂરી પાડે છે.