અમદાવાદઃ નવરંગપુરા સ્થિત વિદ્યાનગર સ્કૂલ ખાતે બાળકો સાથે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવા માટે અગ્રણી કિડ્સ ચેનલ નિકલોડિયન પર આવતા પાત્રો મોટુ-પતલુ શહેરની મુલાકાત લીધી હતી. પ્રજાસત્તાક દિનની મહત્તા વિશે બાળકોમાં જાગૃતિ લાવવા માટે મોટુ-પતલુએ પાવર પેક્ડ અને ભરપુર મનોરંજન પુરૂ પાડ્યુ હતું.
ફુરફુરી નગરના મોટુ પતલુએ બાળકોને પ્રજાસત્તાક દિવસની મહત્વતા સમજાવતા એક માહિતીસભર સેશન યોજ્યું હતું. અમદાવાદના ઉસ્માનપુરા ખાતે આવેલી વિદ્યાનગર સ્કૂલના પાયલ ટીચરે જણાવ્યું હતું કે મોટુ પતલુ વ્યાપક લોકપ્રિયતા ધરાવે છે અને બાળકો તેમને અનુસરે છે. અમારી શાળાના વિદ્યાર્થીઓ માટે આ મનોરંજન અને માહિતીથી ભરપૂર સેશન રહ્યું હતું. નિકલોડિયન દ્વારા મનોરંજન અને માહિતીસભર વિડિયોથી બાળકોને ઘણી બાબતો અંગે જાણકારી પ્રાપ્ત થઇ હતી. મોટુ પતલુએ પ્રજાસત્તાક દિવસ અંગે પ્લેકાર્ડ દ્વારા સમજ ફેલાવવાની સાથે પોતાની ઉપસ્થિતિથી બાળકોને ઉત્સાહિત કર્યાં હતાં.
શાળાના વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે મેં ખુબજ મજા કરી. પ્રજાસત્તાક બનવાનો મેં સાચો અર્થ સમજ્યો. હું મારા મિત્રોને આ અંગે સમજ આપીશ તથા તેમને પણ પ્રજાસત્તાક દિવસની મહત્વતા સમજાવીશ. અમે મોટુ પતલુ સાથે અમે પડાવ્યા તે અમારા બધા માટે યાદગાર ક્ષણ બની રહેશે. નિકલોડિયન ઉપર દર સોમવારથી શુક્રવારે સાંજે ૬.૩૦ વાગે મોટુ પતલુ જૂઓ.