નવીદિલ્હી : હોલસેલ પ્રાઇઝ ઇન્ડેક્સ (ડબલ્યુપીઆઈ) ઉપર આધારિત ફુગાવો ઘટીને ૪.૬૪ ટકા થઇ ગયો છે. જે અગાઉના મહિનામાં ૫.૨૮ ટકા હતો. થતાં સામાન્ય લોકોને મોટી રાહત થઇ છે. નવેમ્બર મહિનામાં ખાદ્યાન્ન ફુગાવો માઇનસ ૧.૯૬ ટકા રહ્યો છે જે અગાઉના મહિનામાં ૦.૬૪ ટકા ઘટ્યો હતો. આજે સરકાર દ્વારા જારી કરવામાં આવેલા આંકડામાં જણાવવામાં આવ્યું છે કે, ફુડ આર્ટિકલ્સની ચીજવસ્તુઓમાં ઘટાડો થયો છે. નવેમ્બર મહિનામાં ડિફ્લેશન ૩.૩૧ ટકા રહ્યો છે જ્યારે ઓક્ટોબર મહિનામાં ડિફ્લેશન ૧.૪૯ ટકાનો હતો. શાકભાજીના ભાવમાં પણ ઘટાડો થયો છે.
નવેમ્બર મહિનામાં ઘટાડો ૨૬.૯૮ ટકાનો રહ્યો છે જે અગાઉના મહિનામાં ૧૮.૧૬ ટકાનો હતો. ફ્યુઅલ અને પાવર બાસ્કેટમાં ફુગાવો ૧૬.૨૮ ટકાની ઉંચી સપાટીએ રહ્યા છે પરંતુ ઓક્ટોબર મહિનામાં આ દર ૧૮.૪૪ ટકાનો હતો. પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ઘટાડાના અનુસંધાનમાં ફ્યુઅલ અને પાવર બાસ્કેટમાં ફુગાવો વધ્યો હોવા છતાં ઓક્ટોબરની સરખામણીમાં ઘટાડો થયો છે. વ્યક્તિગતરીતે પેટ્રોલ અને ડિઝલની કિંમતમાં ઉલ્લેખનીયરીતે ઘટાડો થયો છે. આ દર ૧૨.૦૬ ટકા અને ૨૦.૧૬ ટકાનો રહ્યો છે. એલપીજી માટે આ દર ઓક્ટોબર દરમિયાન ૨૩.૨૨ ટકાનો રહ્યો છે. ફુડ આર્ટિકલની વાત કરવામાં આવે તો બટાકાની કિંમતમાં નવેમ્બર મહિનામાં વધારો થયો છે. ૮૬.૪૫ ટકાનો વધારો આમા થયો છે. જ્યારે ડુંગળીમાં ડિફ્લેશનની સ્થિતિ રહી છે. એટલે કે તેમાં ઘટાડો થયો છે.
આના દર ૪૭.૬૦ ટકાનો રહ્યો છે. કઠોળ માટે દર ૫.૪૨ ટકાનો રહ્યો છે. નવેમ્બર મહિનામાં ઉલ્લેખનીયરીતે ચીજવસ્તુઓના ભાવમાં ઘટાડો થયો છે. અત્રે નોંધનીય છે કે, નવેમ્બર મહિનામાં સીપીઆઈ આધારિત ફુગાવાનો દર ૧૭ મહિનાની નીચી સપાટીએ પહોંચ્યો હતો. આ દર ૨.૩૩ ટકા થઇ ગયો હતો. ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શનનો આંકડો સપ્ટેમ્બર મહિનામાં ૪.૫ ટકાથી વધી ગયો છે. મેન્યુફેક્ચરિંગમાં પણ સ્થિતિમાં સુધારો થયો છે. ઓક્ટોબરમાં આ સપાટી કરતા નવેમ્બરમાં રાહત રહી છે. ઓક્ટોબર મહિનામાં સીપીઆઈ ૩.૩૮ ટકાથી ઘટીને ૨.૩૩ ટકા થયો હતો. રિટેલ ફ્યુઅલની કિંમતોમાં ઘટાડો રહેતા તેની અસર જોવા મળી હતી. કન્ઝ્યુમર ફુડ પ્રાઇઝ ઇન્ડેક્સ નવેમ્બર મહિનામાં ૨.૬૧ ટકા સુધી ઘટી ગયો હતો. શાકભાજી, કઠોળ અને ખાંડની કિંમતો ઘટી છે.