માઈક્રોસોફ્ટે જાહેરાત કરી હતી કે કૈઝાલા ભારતમાં સરકારી અને વ્યાપારિક સંસ્થાઓમાં 1,000થી વધુ સંસ્થાઓને કામના સ્થળે ઉત્પાદક્તા વધારવામાં શક્તિશાળી બનાવી રહી છે. માઈક્રોસોફ્ટના સૌથી વિશ્વસનીય અને સલામત એઝ્યોર પ્લેટફોર્મનું પીઠબળ ધરાવતાં કૈઝાલા ‘ભારત માટેની’ પ્રોડક્ટ છે. તે સંસ્થાની ડેટા-વપરાશ નીતિઓ તેમજ જીડીપીઆરની પૂર્તતાની ખાતરી કરે છે. તે મોબાઈલ-ઓન્લી કર્મચારીઓ મુખ્યત્વે ફર્સ્ટલાઈન કર્મચારીઓને કામના સ્થળે ડિજિટલી એકીકૃત કરે છે.
માત્ર એક વર્ષ પહેલાં જ લોન્ચ થયેલ માઈક્રોસોફ્ટ કૈઝાલા હવે વ્યાવસાયિક સ્તરે એશિયા, મધ્યપૂર્વ, આફ્રિકા અને દક્ષિણ અમેરિકામાં 28 બજારોમાં ઉપલબ્ધ છે. માઈક્રોસોફ્ટે એવી પણ જાહેરાત કરી છે કે તે કૈઝાલાની પહોંચ સમગ્ર વિશ્વમાં 365 વ્યાવસાયિક એકમો સુધી વિસ્તારશે. માઈક્રોસોફ્ટ ગેરેજ ટીમ દ્વારા વિકાસવાયેલ માઈક્રોસોફ્ટ કૈઝાલા લાખો લોકોને એક ગ્રૂપમાં જોડાવા સક્ષમ બનાવે છે, ગ્રૂપમાં પદાનુક્રમ આધારિત એક્સેસની સુવિધા પૂરી પાડે છે અને ગ્રૂપની અંદર ગ્રૂપ બનાવવા સક્ષમ બનાવે છે.
માઈક્રોસોફ્ટ ઈન્ડિયાના પ્રમુખ અનંત મહેશ્વરીએ જણાવ્યું હતું કે, ‘ક્લાઉડ સ્કેલ અને એન્ટરપ્રાઈઝ સિક્યોરિટી સાથે માઈક્રોસોફ્ટ કૈઝાલા કર્મચારીઓના સશક્તિકરણ, ગ્રાહકો સાથે સંપર્ક અને કામના સ્થળે ઉત્પાદક્તામાં વૃદ્ધિ મારફત સંસ્થાઓને વધુ સિદ્ધિઓ હાંસલ કરવા સક્ષમ બનાવે છે. એક જ વર્ષમાં તેના ઝડપી વિકાસનો અમને આનંદ છે.’
માઈક્રોસોફ્ટ કૈઝાલા હવે હિન્દી, મરાઠી, તમિલ, ગુજરાતી અને તેલુગુ સહિત 18 ભાષાઓમાં ઉપલબ્ધ છે. કામના સ્થળની ઉત્પાદક્તા વધારવાની સાથે પ્લેટફોર્મને સલામત રાખવાના આશયથી માઈક્રોસોફ્ટે કૈઝાલામાં વીડિયો અને વોઈસ કોલિંગ તથા વેબ એપ જેવા અન્ય ફિચર્સ સાથે મી ચેટ અને પર્સિસ્ટન્ટ ચેટ જેવા નવા અજોડ ફિચર્સ લોન્ચ કરવાની જાહેરાત કરી છે.