નવી દિલ્હી : પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ફેરફારનો દોર જારી રહ્યો છે. આજે આંતરરાષ્ટ્રીય સ્થિતીને ધ્યાનમાં લઇને ડીઝલની કિંમતો યથાવત રાખવામાં આવી હતી. જ્યારે પેટ્રોલની કિૅંમતમાં લીટરદીઠ ૯-૩૦ પૈસા સુધીનોવધારો કરવામાં આવ્યો હતો. રાષ્ટ્રીય પાટનગર દિલ્હીમાં પેટ્રોલની કિંમતમાં નવ પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. આની સાથે જ પેટ્રોલની કિંમત વધીને ૭૦.૨૯ થઇ ગઇ છે.દેશના વાણિજ્ય પાટનગર મુંબઇમાં પેટ્રોલની કિંમતમાં ૧૧ પૈસાનો વધારો કરવામાં આવ્યોહતો. આની સાથે કિંમત ૭૫.૯૧ સુધી પહોંચી ગઇ હતી.
છેલ્લા બે મહિનાના ગાળામાં આશરે ૩૦ટકાનો ઘટાડો કરવામાં આવ્યા બાદ આંતરરાષ્ટ્રીય ક્રુડ કિંમતોને વર્તમાન સપાટી પર Âસ્થર કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.તેલ કિંમતોને લઇને લોકોછેલ્લા કેટાલક સમયથી નાખુશ હતા. ઓક્ટોબર મહિનામાં ઉંચી સપાટીએ પહોંચી ગયા બાદથીપેટ્રોલની કિંમતમાં લીટરદીઠ ૧૪-૧૫ રૂપિયા સુધીનો ઘટાડો થઇ ગયો છે જ્યારે ડિઝલનીકિંમતમાં લીટરદીઠ ૧૧-૧૨ રૂપિયા સુધીનો ઘટાડો થયો છે. જા કે હવે ફરી એકવાર ફેરફારનોસિલસિલો જારી થયો છે. આંતરરાષ્ટ્રીય ક્રુડઓઇલની કિંમતમાં વધુ ઘટાડો થતા હવે રાહત વધી રહી છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતોબેન્ચમાર્ક ફુયઅલના વૈશ્વિક રેટ પર આધારિત હોય છે. સતત ઘટાડાના કારણે એકબાજુડીઝલની કિંમત હવે ત્રણ મહિનાની નીચી સપાટી પર પહોંચી છે.
આવી જ રીતે પેટ્રોલનીકિંમતમાં આઠ મહિનાની નીચી સપાટી જાવા મળી રહી છે. ઓક્ટોબર મહિનામાં સૌથી ઉંચીસપાટી પર પહોંચી ગયા બાદથી તેમાં ૩૧ ટકા સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે. પેટ્રોલઅને ડીઝલની કિંમતમાં ઘટાડાના કારણ હવે લોકોને મોંઘવારીમાં રાહત મળી છે. ભાવ છેલ્લાકેટલાક મહિનાની નીચી સપાટી પર પહોંચી ગયા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં તેલની કિંમતસતત ઘટી રહી છે. અલબત્ત ઓપેક દેશોએ ક્રુડની ઘટતી જતી કિંમતોને ધ્યાનમાં ઉત્પાદનમાંકાપ મુકવાનો નિર્ણય કર્યો છે. જેના કારણે તેની અસર પણ દેખાઇ રહી છે. આગામીદિવસોમાં તેની અસર જાવા મળી શકે છે. ફેરફારના દોર વચ્ચે કોલકત્તામાં પેટ્રોલનીકિંમતમાં લીટરદીઠ ૯૦ પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. ડીઝલની કિંમતમાં એક રૂપિયાસુધીનો ઘટાડો કરવામાં આવ્યો હતો.