મુંબઇ : રીઝર્વ બેંકની પ્રથમ સેન્ટ્રલ બોર્ડની બેટક આવતીકાલે યોજાનાર છે. જેમાં જુદા જુદા પાસા પર ચર્ચાકરવામાં આવનાર છે. બેઠકમાં નાણાંકીય વ્યવસ્થામાં લિક્વિડિટીની વ્યવસ્થા પર ચર્ચા કરવામાં આવનાર છે. આરબીઆઇના નવા ગવર્નર તરીકે શક્તિકાંત દાસ સામે કેટલાક પડકારો રહેલા છે. તેમની સામે સુધારાને લઇને પણ પડકારો છે.
મળેલી માહિતી મુજબ આરબીઆઇમાં ગવર્નન્સ સુધારાને લઇને કેન્દ્ર સરકાર તરફથી કરવામાં આવેલા સુચન પર પણ પ્રાથમિક ચર્ચા કરવામાં આવી શકે છે. જા કે નાણાંકીય વ્યવસ્થામાં લિક્વિડીટીની સ્થિતી પર ખાસ ધ્યાનકેન્દ્રિત કરવામાં આવનાર છે. આરબીઆઇમાં ગવર્નન્સ માળખા પર ચર્ચા કરવા માટે એકસમિતિ પર પણ વિચારણા કરવામાં આવનાર છે. આરબીઆઇમાં સુધારા હાથ ધરતા પહેલા કેટલાકનવા પડકારો દાસની સામે રહેલા છે. બંધ બારણે યોજાયેલી બેઠકમાં પૂર્વ ગવર્નર ઉર્જિતપટેલના ગાળામાં લેવામાં આવેલા ચોક્કસ નિર્ણયને લઇને કેન્દ્ર સરકારે નારાજગી વ્યક્તકરી હતી. આરબીઆઇ દ્વારા જે રીતે કેટલાક નિર્ણય કરવામાં આવ્યા હતા તેને લઇનેનારાજગી વ્યક્ત કરવામાં આવી હતી.આવતીકાલે યોજાનારી બેઠકમાં પ્રાથમિકતામાં જેમુદ્દા નક્કી કરવામાં આવ્યા છે તે મુદ્દા ઉપર જ વાતચીત કરવામાં આવશે. મુંબઈમાંમિડિયાને સંબોધતા શક્તિકાંતે કહ્યું હતું કે, યોજના મુજબ જ તમામ નિર્ણયો લેવામાં આવશે. શક્તિકાંત દાસ હાલમાં ફાઈનાન્સ કમિશનના સભ્ય તરીકે હતા.
છેલ્લા ઘણાવર્ષથી તેઓ જુદા જુદા હોદ્દા ઉપર કામ કરી ચુક્યા છે. છેલ્લે નાણામંત્રાલયમાંઆર્થિક બાબતોના વિભાગના સેક્રેટરી તરીકે હતા. નોટબંધી વેળા તેમની ભૂમિકા ખુબમહત્વપૂર્ણ રહી હતી. આરબીઆઈ સાથે ખુબ નજીકના અંતરથી કામ કરવાનો તેમને અનુભવ રહેલોછે. બેંકોની મૂડી જરૂરિયાતો અને લિક્વિડીટી કટોકટીનેલઇને મતભેદો રહી ચુક્યા છે. આરબીઆઈ માટે સુધારા એજન્ડા પર તેમને આગળ વધવાનુંરહેશે. સાથે સાથે સરકાર અને આરબીઆઇ વચ્ચે જે મતભેદો ઉભા થયા છે તે મતભેદોને પણ દૂરકરવાની પણ તેમની જવાબદારી રહેશે.