મુંબઇ : શેરબજારમાં આજે સવારે પણ રિક્વરી જોવા મળી હતી. છેલ્લા સમાચાર મળ્યા ત્યારે સેંસેક્સ ૩૬ હજારની સપાટીની નજીક હતો. તેમાં ૨૧૪ પોઇન્ટનો સુધારો રહેતા તેની સપાટી ૩૫૯૯૨ રહી હતી. જ્યારે નિફ્ટી ૬૫ પોઇન્ટ સુધરીને ૧૦૮૦૩ની સપાટી પર રહ્યો હતો. દિવસ દરમિયાન શેરબજારમાં રિક્વરી રહેવાના સંકેત દેખાઇ રહ્યા છે. સરકાર દ્વારા રિઝર્વ બેંક ઓફ ઇÂન્ડયાના નવાગવર્નર તરીકે શશીકાંત દાસની નિમણૂંક કરવામાં આવી ચુકી છે. અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડવોરની સ્થિતિ વધારે ખરાબ થવાની શક્યતા દેખાઈ રહી છે. યુરોપિયન અંધાધૂંધીની અસર પણ બજારમાં જોવા મળી શકે છે. માર્કેટના માઇક્રો ડેટાની ચર્ચા પણ રહી શકે છે.
વૈશ્વિક મોરચા ઉપર મૂડી રોકાણકારો અમેરિકી નોનફાર્મ પેરોલ ઉપર નજર રાખી રહ્યા છે. ઓક્ટોબરની સપાટીથી પ્રતિદિવસે ૦.૮ મિલિયન બેરલ સુધી તેલઉત્પાદને ઘટાડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ નિર્ણયના પરિણામ સ્વરુપે ક્રૂડની કિંમતમાં વૈશ્વિક બજારોમાં પાંચ ટકાનો વધારો થઇ ચુક્યો છે. જુદા જુદા પરિબળો વચ્ચેશેરબજારમાં હાલમાં ઉતાર ચઢાવની
સ્થિતી જાવા મળી રહી છે. બુધવારના દિવસે કારોબારના અંતે સેંસેક્સ ૬૨૯ પોઇન્ટ સુધરીને ૩૫૭૭૯ની સપાટીએ રહ્યો હતો જ્યારે નિફ્ટીએ ૧૦૭૦૦ની સપાટી હાંસલ કરી લીધી હતી. નિફ્ટી આજે ૧૮૧ પોઇન્ટ ઉછળીને ૧૦૭૩૮ની ઉંચીસપાટીએ રહ્યો હતો. શેરબજારમાં ઉતારચઢાવની સ્થિતિ વચ્ચેઆજે રિકવરીનો માહોલ રહ્યો હતો. શેરબજારમાં તેજી પરત ફરતા કારોબારી ખુશ દેખાઇ રહ્યાછે.