અમદાવાદ : ગુજરાત સરકારના પૂર્વ મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા જયનારાયણ વ્યારે રીઝર્વ બેંકના નવા નિમાયેલા ગવર્નર શક્તિકાંત દાસની નિમણૂંક પર વ્યંગ કર્યો છે. તેમણે ટિ્વટરના માધ્યમથી કેન્દ્રની ભાજપ સરકારને ટોણો માર્યો છે. ટ્વીટમાં તેમણે લખ્યું છે કે આરબીઆઈના નવા તરીકે નિયુક્ત થયેલા ગવર્નર શક્તિકાંત દાસે હિસ્ટ્રી વિષય સાથે એમ.એ. કરેલું છે. હું આશા રાખીને પ્રાર્થના કરું છું કે તેઓ પણ આરબીઆઇને એક હિસ્ટ્રી ન બનાવી દે. ભગવાન તેમનું ભલું કરે. તો આ અગાઉ ખુદ ભાજપના રાજયસભા સાંસદ અને કેન્દ્રીય નેતા સુબ્રમણ્ય સ્વામીએ આરબીઆઇના ગવર્નરપદે શકિતકાંત દાસની નિમણૂંકને લઇ ગંભીર સવાલો ઉઠાવતાં હવે આ નિમણૂંકને લઇ વિવાદ વકરી રહ્યો છે.
હાલ સરકાર અને રિઝર્વ બેંક વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે અને સરકાર રિઝર્વ બેંકની કામગીરીમાં હસ્તક્ષેપ કરી રહી હોવાના આક્ષેપ થઇરહ્યાં છે એ સંજોગોમાં જય નારાયણ વ્યાસની ઉપરોકત ટ્વીટ રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બની છે. વ્યાસે તેમના ટ્વીટમાં તેમણે લખ્યું છે કે આરબીઆઈના નવા તરીકે નિયુક્ત થયેલા ગવર્નર શક્તિકાંત દાસે હિસ્ટ્રી વિષય સાથે એમ.એ. કરેલું છે. હું આશા રાખીને પ્રાર્થના કરું છું કે તેઓ પણ આરબીઆઇને એક હિસ્ટ્રી ન બનાવી દે. ભગવાનતેમનું ભલું કરે. જયનારાયણ વ્યાસના આ ટવીટને લઇ હવે ગુજરાતના રાજકારણમાં ગરમાવોઆવી ગયો છે. આ મામલે જયનારાયણ વ્યાસે સ્પષ્ટ જણાવ્યું હતું કે, મેં જે વાત કરી છે તે રાષ્ટ્રના હિતમાં છે. આ અંગે વિપક્ષેગંભીરતાપૂર્વક ચિંતન કરવું જોઈએ અને સરકારે પણ ખુલ્લું મન રાખીને વિપક્ષની વાતસાંભળવી જોઈએ.
બીજીબાજુ, ભાજપના રાજ્યસભાના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ આરબીઆઇના નવા ગવર્નરશક્તિકાંત દાસની નિયુક્તિ પર સવાલ ઉઠાવ્યાં છે. સ્વામીએ આશંકા વ્યક્ત કરી છે કે નવાગવર્નર પોતાના પદનો ઉપયોગ ખોટી રીતે પણ કરી શકે છે. વડાપ્રધાનને લખેલા પત્રમાંસ્વામીએ આરોપ લગાવ્યો કે, શક્તિકાંત દાસ કરપ્શનના કેસમાંઘેરાયેલાં પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમ સાથે કામ કરી ચુક્યાં છે. સ્વામીએ આ અંગે પીએમને પત્ર લખ્યો કે દાસ પૂર્વ નાણામંત્રીના ઘણાં નજીકના છે ત્યારે તેને કઈ રીતે સરકારે આરબીઆઇના ગવર્નર બનાવવાનો નિર્ણય લીધો. ભાજપના નેતાએ શક્તિકાંત દાસ પર વધુઆરોપ લગાવ્યાં કે તેઓ પૂર્વ નાણામંત્રી ચિદમ્બરમના ખોટા કામોમાં સાથે હતા અને બાદમાં તપાસ દરમિયાન તેમને બચાવવાના ઘણાં પ્રયાસો કર્યાં હતા. સ્વામીએ સરકારને સવાલ કર્યાં કે તેઓએ આરબીઆઇના ગવર્નર તરીકે શક્તિકાંત દાસની કયા આધારે નિમણૂંક કરી છે. આમ, હવે આરબીઆઇના ગવર્નરની નિમણૂંક મામલેખુદ ભાજપ અને મોદી સરકાર ઘેરાયા છે અને વિવાદ વધુ વકરી રહ્યો છે.