મુંબઈ : ઇન્ડિયન પ્રિમિયર લીગ હોય કે ફિફા વર્લ્ડકપ હોય કે પછી ઓલિમ્પિક ગેમ હોય દુરદર્શને હંમેશા પ્રયાસ કર્યા છે કે, ખાનગી બ્રોડકાર્ટર્સ તેમની સાથે લાઇવફિડ સંયુક્ત રીતે વહેંચે. આની પાછળ દૂરદર્શનની દલીલ એવી હોય છે કે, રાષ્ટ્રીય મહત્વના આયોજનોને રાષ્ટ્રીય બ્રોડકાસ્ટર્સની સાથે ચોક્કસપણે વહેંચવા જાઇએ. આનાથી સવાલ ઉઠે છે કે, આખરે દૂરદર્શન ઓસ્ટ્રેલિયામાં જારી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ટેસ્ટ શ્રેણીનું પ્રસારણ કેમ કરી રહ્યું નથી.
સોની પિક્ચર્સ નેટવર્કની પાસે ઓસ્ટ્રેલિયામાં રમાઈ રહેલી તમામ મેચોના પ્રસારણના અધિકાર છે. દૂરદર્શન સ્પોટ્ર્સ બ્રોડ કાસ્ટિંગ સિગ્નલ એક્ટ હેઠળ પ્રસારણ માટે કહી શકે છે. આ એક્ટ મુજબ તમામ પ્રસારણ કરનાર લોકોને લાઇવ બ્રોડકાસ્ટિંગ સિગ્નલ વગર કોઇપણ જાહેરાતના પ્રસાર ભારતી સાથે વહેંચણી કરવાના અધિકાર હોય છે. પ્રસાર ભારતી અને રમત-ગમત મંત્રાલય દ્વારા પ્રશ્નોના જવાબમાં કહ્યું છે કે, ઓસ્ટ્રેલિયામાં શરૂ થઇ રહેલી મેચો સવારે પાંચ વાગે શરૂ થઇ જાય છે. કોઇપણ ચાહક અને ખાસ કરીને ગ્રામિણ વિસ્તારોમાં રહેતા લોકો આટલી જલ્દી સવારે ઉઠી જતાં નથી.
હજુ પણ ઘણા બધા લોકો દુરદર્શન ઉપર આધાર રાખે છે. દુરદર્શને હાલમાં જ ઇંગ્લેન્ડમાં રમાયેલી ટેસ્ટ શ્રેણીનું પ્રસારણ પણ કર્યું ન હતું. હેરાન કરી દેનાર બાબત એ છે કે, ઇંગ્લેન્ડની શ્રેણી આઈપીએલ બાદ તરત યોજવામાં આવી હતી. પ્રસાર ભારતીએ સ્ટાર દ્વારા આ ટી-૨૦ટુર્નામેન્ટનું પ્રસારણ કરે. ટીવી ઇન્ડસ્ટ્રી સાથે જાડાયેલા લોકોનું કહેવું છે કે, આઈપીએલ નજીક આવશે ત્યારે પ્રસારણને લઇને કોઇ વાત કરવામાં આવશે. ખાનગી પ્રસારણ કર્તાઓ ઉપર દૂરદર્શન પાસેથી ફિડ વહેંચવા માટે નોટિસ આવવા લાગશે. એક અધિકારીએ કહ્યું છે કે, એપ્રિલ ૨૦૧૭માં માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા કેટલીક સૂચનાઓ સ્પષ્ટપણે આપવામાં આવી હતી.