ભોપાલ : મધ્યપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીના પરિણામ હવે જાહેર થઇ ચુક્યા છે. મધ્યપ્રદેશમાં નોટાએ ભાજપ અને કોંગ્રેસ બંનેની બાજી બગાડી દીધી છે. મધ્યપ્રદેશમાં કુલ ૨૩૦ સીટો પૈકી કોંગ્રેસને ૧૧૪ અને ભાજપને ૧૦૯ સીટો મળી છે. બસપને રાજ્યમાં બે અને સપાને એક સીટ મળી છે. અપક્ષોને ચાર સીટો મળી છે. ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીટોમાં અંતર માત્ર પાંચ સીટો છે પરંતુ આંકડા ઉપરનજર કરવામાં આવે તો જાણી શકાય છે કે, નોટાએ અનેક બેઠકો ઉપર નિર્ણાયક ભૂમિકા અદા કરી છે. મધ્યપ્રદેશમાં ઓછામાં ઓછી ૨૦ સીટો એવી રહી છે જે જેમાં નોટાએ બાજી બગાડી છે.
બાંધવગઢની વાત કરવામાં આવે તો બંને ઉમેદવારો વચ્ચે જીતનું અંતર ૩૯૦૩ મત છે. આમા નોટાની સીટ ઉપર ૫૦૩૭ મત પડ્યા છે. આવી જ રીતે અન્ય શ્રેણીબદ્ધ બેઠકો રહેલી છે જેમાં નોટા ઉપર અનેક મત પડ્યા છે. ચંદલા,દામો, ગરોઠ, ગુન્નોર, ઇન્દોર જબલપુર નોર્થ,જાવડા જેવી બેઠકો ઉપર નોટાએ મહત્વની ભૂમિકા અદાકરી છે. ઘણી સીટો ઉપર તો નોટામાં પડેલા મતોની સંખ્યા ૫૦૦૦થી પણ વધારે રહી છે. મધ્યપ્રદેશમાં ૨૯મી નવેમ્બરના દિવસે ૭૫ ટકા મતદાન થયું હતું.
રાજ્યમાં ૧.૪ ટકા મત નોટામાં પડ્યા છે.નોટામાં પડેલા મતની સંખ્યા ૫૪૩૨૯૫ લોકોએ નોટાનો ઉપયોગ કર્યો છે. મતદારોને કોઇપણઉમેદવારમાં વિશ્વાસ નહીં હોવાની સ્થિતિમાં નોટાનો ઉપયોગ કરવામાં આવ્યોછે. આની કિંમત ભાજપ અને કોંગ્રેસ બંનેને ચુકવવી પડી છે. આવનાર ચૂંટણીમાં નોટાની ભૂમિકા પરિણામ નક્કી કરવામાં મહત્વની હોઈ શકે છે. જેથી પાર્ટીઓને ઉમેદવાર ઉતારતા પહેલા જનતામાં તેમની છાપને પણ ધ્યાનમાં લેવી પડશે.