નવી દિલ્હી : પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં આજે ભાવ યથાવત રાખવામાં આવ્યા હતા.છેલ્લા છ દિવસ સુધી સતત ભાવમાં ઘટાડો કરવામાં આવ્યા બાદ કિંમતો આજે અકબંધ રહી હતી.જા કે છેલ્લા થોડાક દિવસમાં ડોલરની સામે રૂપિયાની કિંમતમાં ત્રણ ટકા સુધીનો ઘટાડો થયો છે. ઉત્તરપ્રદેશ જેવા કેટલાક રાજ્યોમાં એક્સાઇઝ ડ્યુટી વધવાથી કિંમતો વધી છે. આવ્યુ હતુ. જા કે ચૂંટણી સમય પહેલા ભાવમાં ઘટાડાની શરૂઆત થઇ હતી. જેથી ભાવ ઓક્ટોબર બાદથી સતત ઘટવાની શરૂઆત થઇ હતી. હાલમાં જુદા જુદા રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવને લઇને ભારે હોબાળો થઇ ગયો હતો. કિંમતોમાં સતત ઘટાડો થઇ રહ્યો છે.
જેથી સામાન્ય લોકો અને વાહન ચાલકો ભારે ખુશ દેખાઇ રહ્યા છે. પેટ્રોલ અને ડીઝલની કિંમત ઘટતા તેની અસર અન્ય ચીજા પર જાવા મળી રહી છે. તેલ કિંમતોને લઇને લોકો છેલ્લા કેટાલક સમયથી નાખુશ હતા. ઓક્ટોબર મહિનામાં ઉંચી સપાટીએ પહોંચી ગયા બાદથી પેટ્રોલની કિંમતમાં લીટરદીઠ ૧૪-૧૫ રૂપિયા સુધીનો ઘટાડો થઇ ગયો છે જ્યારે ડિઝલની કિંમતમાં લીટરદીઠ ૧૧-૧૨ રૂપિયા સુધીનો ઘટાડો થયોછે. આંતરરાષ્ટ્રીય ક્રુડ ઓઇલની કિંમતમાં વદુ ઘટાડો થતા હવે રાહત વધી રહી છે. પેટ્રોલઅને ડીઝલની કિંમતો બેન્ચમાર્ક ફુયઅલના વૈશ્વિક રેટ પર આધારિત હોય છે. સતત ઘટાડાનાકારણે એકબાજુ ડીઝલની કિંમત હવે ત્રણ મહિનાની નીચી સપાટી પર પહોંચી છે. આવી જ રીતેપેટ્રોલની કિંમતમાં આઠ મહિનાની નીચી સપાટી જોવા મળી રહી છે.
ઓક્ટોબર મહિનામાં સૌથી ઉંચી સપાટી પર પહોંચી ગયા બાદથી તેમાં ૩૧ ટકા સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતમાંઘટાડાના કારણે હવે લોકોને મોંઘવારીમાં રાહત મળી છે. ભાવ છેલ્લા કેટલાક મહિનાનીનીચી સપાટી પર પહોંચી ગયા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં તેલની કિંમત સતત ઘટી રહી છે. અલબત્ત ઓપેક દેશોએ ક્રુડની ઘટતી જતી કિંમતોને ધ્યાનમાં ઉત્પાદનમાં કાપ મુકવાનો નિર્ણય કર્યો છે. જેના કારણે તેની અસર પણ દેખાઇ રહી છે. આગામી દિવસોમાં તેની અસર જોવા મળી શકે છે. બંગાળમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો થયો છે. નોઇડામાં પણ કિંમતોમાં વધારો થયો છે.