મુંબઇ : શેરબજારમાં ભારે અફડાતફડીના માહોલ વચ્ચે કારોબારના અંતે સેંસેક્સ ૧૯૦ પોઇન્ટ રિકવર થઇને ૩૫૧૫૦ની ઉંચી સપાટીએ રહ્યો હતો. સોમવારના દિવસે સેંસેક્સમાં અભૂતપૂર્વ ઘટાડો જાવા મળ્યો હતો. આજે સવારે પણ પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી માટેમતગણતરી શરૂ થયા બાદ ભાજપના વિરોધમાં પરિણામ આવતા તેની સીધી અસર જાવા મળી હતી.શેરબજારમાં અફડાતફડી શરૂ થઇ ગઈ હતી. બીએસઈ સેંસેક્સ આજે કારોબારના અંતે શરૂઆતમાં૫૦૦ પોઇન્ટ ઘટી ગયા બાદ અંતે રિકવર થઇને બંધ થયો હતો. બીજી બાજુ નિફ્ટી ૬૧ પોઇન્ટઉછળીને ૧૦૫૪૯ની ઉંચી સપાટીએ રહ્યો હતો તેમાં ૦.૬ ટકાનો સુધારો રહ્યો હતો.
બીએસઈ ઇન્ડેક્સમાં ઉલ્લેખનીય ઉછાળો ઇન્ટ્રાડેના કારોબાર દરમિયાન રહ્યો હતો. આશરે ૫૩૩ પોઇન્ટનો ઘટાડો ઇન્ટ્રા ડેના કારોબાર દરમિયાન રહ્યો હતો. બીએસઈ મિડકેપ ઇન્ડેક્સમાં૧.૫ ટકાનો ઉછાળો નોંધાયો હતો. આની સાથે જ તેની સપાટી ૧૪૬૬૯ની ઉંચી સપાટી રીહ હતી.સ્મોલકેપ ઇન્ડેક્સમાં ૧.૫ ટકાનો ઉછાળો રહ્યો હતો. આની સાથે જ તેની સપાટી ૧૪૦૫૯નીસપાટી રહી હતી. ચૂંટણી નિષ્ણાતો માની રહ્યા છે કે, વિધાનસભાની ચૂંટણીના પરિણામોની સીધી અસર આગામી દિવસોમાં પણશેરબજારમાં જાવા મળી શકે છે. લોકસભાની ચૂંટણી પહેલા વિધાનસભાના પરિણામોનેસેમિફાઇનલ સમાન ગણવામાં આવી રહ્યા હતા
સોમવારના દિવસે કારોબારના અંતેબીએસઈ સેન્સેક્સ ૭૧૪ પોઈન્ટ ઘટીને ૩૪૯૬૦ની નીચી સપાટીએ રહ્યો હતો. જ્યારે નિફ્ટી ઈન્ડેક્ષ ૨૦૫ પોઈન્ટ ઘટીને ૧૦૪૮૮ની નીચી સપાટીએ રહ્યો હતો. સેકટરલ ઈન્ડેક્ષની વાતકરવામાં આવે તો નિફ્ટી બેન્ક ઈન્ડેક્ષમાં ૧.૯ ટકાનો ઘટાડો રહ્યો હતો. અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડવોરની Âસ્થતિ વધારે ખરાબ થવાની શક્યતા દેખાઈ રહી છે. આંતરરાષ્ટ્રીય ક્રુડનીકિંમતમાં નજીવો વધારો થતા તેની કિંમત બેરલદીઠ ૬૨.૦૨ થઈ છે. યુરોપિયન અંધાધૂંધીનીઅસર પણ બજારમાં જાવા મળી શકે છે. માર્કેટના માઇક્રો ડેટાની ચર્ચા પણ રહી શકે છે. સીપીઆઈ અને ડબલ્યુપીઆઈફુગાવાના આંકડા નવેમ્બર મહિના માટે ક્રમશઃ બુધવાર અને શુક્રવારના દિવસે જારીકરવામાં આવનાર છે. વૈશ્વિક મોરચા ઉપર મૂડીરોકાણકારો અમેરિકી નોનફાર્મ પેરોલ ઉપરનજર રાખી રહ્યા છે.
ઓક્ટોબરની સપાટીથી પ્રતિદિવસે ૦.૮ મિલિયન બેરલ સુધી તેલઉત્પાદને ઘટાડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ નિર્ણયના પરિણામ સ્વરુપે ક્રૂડનીકિંમતમાં વૈશ્વિક બજારોમાં પાંચ ટકાનો વધારો થઇ ચુક્યો છે. ક્રૂડની કિંમત હજુવધવાના સંકેત દેખાઈ રહ્યા છે. કારણ કે ઉત્પાદનમાં ઘટાડો કરવામાં આવી રહ્યો છે.છેલ્લા સપ્તાહમાં ભારે ઉથલપાથલ રહ્યા બાદ અંતે ઘટાડો રહ્યો હતો. સેંસેક્સ અનેનિફ્ટી બંને ક્રમશઃ ૧.૪૪ ટકા અને ૧.૬૮ ટકાના ઘટાડા સાથે બંધ રહ્યા હતા. આરબીઆઈએ પણગયા સપ્તાહમાં વ્યાજદર યથાવત રાખ્યા હતા. અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડવોર વધવાનાસંકેત પણ દેખાઈ રહ્યા છે. દલાલ સ્ટ્રીટમાં અફરા તફરી માટે અન્ય કારણો પણ જવાબદારરહ્યા છે. શેરબજાર ગઇકાલે પત્તાના મહેલનીજેમ ધરાશાયી થયું હતું.