દુબઈ : ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ આઈસીસી બેટ્સમેનોની નવી રેંકિંગમાં પ્રથમ સ્થાન ઉપર પહોંચી ગયો છે. ચેતેશ્વર પુજારા પણ ટોપ પાંચમાં સામેલ થઇ ગયો છે.બીજી બાજુ જસપ્રિત બુમરાહ બોલિંગમાં પ્રથમ સ્થાને પહોંચી ગયો છે. પુજારાએ ઓસ્ટ્રેલિયાની સામે એડિલેડ ટેસ્ટ મેચમાં ૧૨૩ ને ૭૧ રનની ઇનિંગ્સ રમી હતી જેના કારણે તેઓ બેટિંગની રેંકિંગમાં જા રુટ અને ડેવિડ વોર્નરને પાછળ છોડીને ચોથા સ્થાને પહોંચી ગયો છે. ત્રીજા સ્થાન પર રહેલા સ્ટિવ સ્મિથથી ૯૫ પોઇન્ટ પાછળ અને પાંચમાં નંબરના રુટથી ૩૯ પોઇન્ટ આગળ છે. કોહલીએ બેટ્સમેનોમાં પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે પરંતુ ન્યુઝીલેન્ડના કેપ્ટનવિલિયમસન પણ ઝડપથી તેની નજીક પહોંચી રહ્યો છે.
પાકિસ્તાનની સામે ત્રીજી ટેસ્ટ મેચમાંશાનદાર દેખાવ કરનાર વિલિયમસન ૯૦૦ રેટિંગ પોઇન્ટ સાથે ખુબ જ ઝડપથી ઉલ્લેખનીય સફળતામેળવી રહ્યો છે. ૯૦૦ રેટિંગ પોઇન્ટ મેળવનાર તે ન્યુઝીલેન્ડનો પ્રથમ અને દુનિયાનો૩૨મો બેટ્સમેન બની ગયો છે. તે સ્મિથને પાછળ છોડીનેબીજા સ્થાને પહોંચી ગયો છે. તેના હવે ૯૧૩ પોઇન્ટ છે. કોહલી પ્રથમ ટેસ્ટમાં સારો દેખાવ કરી શક્યો ન હતો. કોહલીએ પ્રથમ ટેસ્ટ મેચમાં ૩ અને ૩૪ રન કર્યા હતા જેના કારણે ૧૫ પોઇન્ટનું નુકસાન થયું હતું.
હવે કોહલીના ૯૨૦ પોઇન્ટ છે. કોહલી અને વિલિયમસન વચ્ચે સાત પોઇન્ટનું અંતર છે. ભારતીય કેપ્ટનને હવે પર્થ ટેસ્ટ મેચમાંશાનદાર દેખાવ કરવો પડશે. એડિલેડ ટેસ્ટ મેચમાં બીજી ઇનિંગ્સમાં શાનદાર દેખાવ કરનારરહાણે પણ રેંકિંગમાં બે સ્થળ ઉપર પહોંચીને ૧૭માં સ્થાને પહોંચી ગયો છે. લોકેશરાહુલ ૨૬માં અને મુરલી વિજય ૪૫માં સ્થાને પહોંચી ગયો છે. રોહિત શર્મા ૫૩માંસ્થાનથી નીચે પહોંચી ગયો છે. બોલિંગમાં દક્ષિણ આફ્રિકાના રબાડાએ પ્રથમ સ્થાન હાંસલકરવામાં સફળતા મેળવી છે જ્યારે બુમરાહ પોતાની કેરિયરમાં સર્વશ્રેષ્ઠ દેખાવ સાથેરેંકિંગમાં સુધારો કરી શક્યો છે. રવિચંદ્ર અશ્વિન છઠ્ઠા સ્થાને પહોંચ્યો છે.મોહમ્મદ સામી ૨૩માં અને ઇશાંત શર્મા ૨૭માં સ્થાને રહ્યો છે. ઓસ્ટ્રેલિયાના મિશેલસ્ટાર્કે બે સ્થળની છલાંગ લગાવીને ૧૬માં સ્થાને પહોંચી ગયો છે. ન્યુઝીલેન્ડના ઓફસ્પીનર સોમર વિલ્લે બોલિંગમાં ૬૩માં સ્થાને આવી ગયો છે.