શ્રીનગર : જમ્મુકાશ્મીરના સોપિયનમાં આતંકવાદીઓએ ફરી એકવાર મોટા હુમલાને અંજામ આપ્યો હતો. આજે જૈનપોરામાં ત્રાસવાદીઓએ એક પોલીસ પોસ્ટ ઉપર હુમલો કર્યો હતો. આ હુમલામાં ત્રણ પોલીસ જવાનો શહીદ થયા હતા. મળેલી માહિતી મુજબ મંગળવારે બપોરે આતંકવાદીઓએ એકાએક પોલીસ પોસ્ટ ઉપર હુમલો કરી દીધો હતો. આમાં ત્રણ પોલીસ જવાનો શહીદ થયા હતા. ત્રણપોલીસ કર્મીઓના મોતથી પોલીસમાં ખળભળાટ મચી ગયો હતો જ્યારે એક પોલીસ કર્મીને ઇજા થઇ હતી. ઘાયલ થયેલા પોલીસ જવાનને સારવાર માટે હોÂસ્પટલમાંખસેડવામાં આવ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, હાલમાંજ શ્રીનગરના મુંજગુંદમાં ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા હતા. જમ્મુ કાશ્મીરમાં સુરક્ષાદળોને ૯મી ડિસેમ્બરના દિવસે મોટી સફળતા હાથ લાગી હતી. પાટનગર શ્રીનગરના બહારનાવિસ્તારમાં મૂંજગુડમાં ત્રાસવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે ભીષણ અથડામણ થઇ હતી જેમાંત્રણ ત્રાસવાદીઓ માર્યા ગયા હતા. માર્યા ગયેલા આતંકવાદીઓ લશ્કરે તોઇબાના હતા. આ અથડામણ શનિવારના દિવસે શરૂ થઇ હતી અને આજ સુધી ચાલી હતી. શનિવારના દિવસે સુરક્ષાદળોને ગુપ્ત માહિતી મળી હતી ત્યારબાદ મુંજગુડમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. સુરક્ષા દળો નજીક પહોંચતા ત્રાસવાદીઓએ ગોળીબાર કરવાની શરૂઆત કરી હતી. આ ગાળાદરમિયાન આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે ભીષણ અથડામણની શરૂઆત થઇ હતી ઠાર કરવામાંઆવેલા ત્રાસવાદીઓ પાસેથી મોટી માત્રામાં હથિયારો અને વિસ્ફોટકોનો જથ્થો જપ્તકરવામાં આવ્યો હતો. ત્રાસવાદીઓ તોઇબાના હોવાના અહેવાલને સંપૂર્ણ સમર્થન મળીચુક્યું છે.
અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, ઓપરેશન ઓલઆઉટમાં જમ્મુ કાશ્મીરમાં આવર્ષે સુરક્ષા દળોને મોટી સફળતા હાથ લાગી છે. હજુ સુધી ૨૨૩ ત્રાસવાદીઓને મોતને ઘાટઉતારી દેવામાં આવ્યા છે. છેલ્લા આઠ વર્ષના ગાળામાં સૌથી વધુ સંખ્યામાં આતંકવાદીઓનેમોતને ઘાટ ઉતારવામાં આવ્યા છે. આ પહેલા વર્ષ ૨૦૧૦માં ૨૩૨ ત્રાસવાદીઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા. ગૃહ મંત્રાલયના આંકડા મુજબ જમ્મુ કાશ્મીરમાં આ વર્ષેઆતંકવાદી ગતિવિધિઓમાં ગયા વર્ષની સરખામણીમાં વધારો થયો છે. ગયા વર્ષે આતંકવાદ સંબંધિત ૩૪૨ ઘટનાઓ ઘટી હતી જ્યારે આ વર્ષે ૪૨૯ ઘટનાઓ ઘટી છે. ગયા વર્ષે ૪૦ નાગરિકો માર્યા ગયા હતા જ્યારે આ વર્ષે ૭૭ નાગરિકો માર્યા ગયા છે. આ વર્ષે સુરક્ષા જવાનો૮૦ શહીદ થયા છે. ગયા વર્ષે પણ ૮૦ જવાનો શહીદ થયા હતા.