નવી દિલ્હી : જેની ઉત્સુકતાપૂર્વક રાહ જાવામાં આવી રહી હતી તે નિર્ણાયક દિવસ આજે આવી ગયો હતો. પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીમાટે મત ગણતરીની પ્રક્રિયા શરૂ થયા બાદ પરિણામ આવવાની શરૂઆત થઇ હતી. છેલ્લા સમાચાર મળ્યા ત્યારે રાજસ્થાન અને છત્તિસગઢમાં કોંગ્રેસ પાર્ટીએ સપાટો બોલાવ્યો હતો. આ બંને રાજ્યો કોંગ્રેસ પાર્ટીએ ભાજપ પાસેથી આંચકી લીધા છે.
બીજી બાજુ મધ્યપ્રદેશમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ગળા કાપ સ્પર્ધા જાવા મળી રહી છે. મધ્યપ્રદેશમાં સરકાર કોણ બનાવશે તેને લઇને ભારે સસ્પેન્સ છે. છેલ્લા સમાચાર મળ્યા ત્યારે મધ્યપ્રદેશમાં૨૩૦ સીટો પૈકી ભાજપે ૧૧૨ અને કોંગ્રેસે ૧૦૮ સીટો પર લીડ મેળવી હતી. બીજી બાજુરાજસ્થાનમાં કોંગ્રેસે છેલ્લા સમાચાર મળ્યા ત્યારે ભાજપે ૮૪ અને કોંગ્રેસે ૯૨ સીટ પર લીડ મેળવી હતી. ૨૦૧૩માં ભાજપે ૧૬૫ સીટો જીતી હતી અને કોંગ્રેસે ૫૮ સીટો જીતી હતો. ચાર સીટો બસપ અને ત્રણ સીટો અન્યોને મળી હતી. છત્તીસગઢમાં વિધાનસભાની ૯૦ સીટો છે. બહુમતિનો આંકડો ૪૬ છે. ભાજપ ૨૦૧૩માં ૪૯ સીટ જીતી ગયું હતું જ્યારે કોંગ્રેસને ૩૯ સીટો મળી હતી. રાજસ્થાનમાં કોંગ્રેસની જીત નિશ્ચિત દેખાઈ રહી છે. છ
એક્ઝિટ પોલના તારણ પાર્ટી માટે સ્પષ્ટજીત દર્શાવે છે. તમામ પાંચેય રાજ્યોમાં ચૂંટણી માટેના એક્ઝિટ પોલના તારણ નજીકની સ્પર્ધા અને ત્રિશંકુ વિધાનસભાની વાત કરી રહ્યા હતા. જેથી બંનેપાર્ટીઓની ઉંઘ હરામ થઇ ગઇ હતી. બહુમતિ માટેના આંકડા સુધી ન પહોંચવાની Âસ્થતીમાં બંને પાર્ટીની નીતિ શુ રહેશે તેની બેઠક થઇ રહી છે. કર્ણાટકમાં સરકાર બનાવવા માટે જે રીતે નાટ્યાત્મક ઘટનાક્રમનો દોર ચાલ્યો હતો તેવી જ Âસ્થતી પાછી થઇ શકે છે. બંને પાર્ટીઆ વખતે સાવધાની રાખીને આગળ વધી રહી છે. મધ્યપ્રદેશમાં બહુમતિ સુધીના આંકડા સુધી કોઇ પાર્ટી નહીં પહોંચે તો અપક્ષ, બીએસપી અને ગોંડવાના ગોમાંતક પાર્ટીની ભૂમિકા ઉપયોગી સાબિત થઇ શકે છે. ઓવેસીની પાર્ટી અને ભાજપ મોટી ભૂમિકા અદા કરી શકે છે. ભાજપે રાજ્યના હિતમાં વાત કરી હતી. પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી માટે મતદાનની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સાતમી ડિસેમ્બરના દિવસે એક્ઝિટ પોલના તારણો જારી કરવામાં આવ્યા હતા.પોલ મુજબ રાજસ્થાનમાં કોંગ્રેસની જીત સ્પષ્ટપણે દેખાઈ રહી છે જ્યારે તેલંગાણા માંટીઆરએસની જીત દેખાઈ રહી છે. બીજી બાજુ મધ્યપ્રદેશ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખુબ નજીકની સ્પર્ધા દેખાઈ રહી છે. જા એક્ઝિટ પોલના તારણ કેટલા સાચા સાબિત થાય છે તે અંગે આવતીકાલે ૧૧મી ડિસેમ્બરના દિવસે ફેસલો થશે.પોલમાં કહેવામાં આવ્યુ છે કે રાજસ્થાનમાં છેલ્લા ૨૫ વર્ષથી ચાલી રહેલી પરંપરાઅકબંધ રહી શકે છે. પાંચ વર્ષના ગાળા બાદ કોંગ્રેસ પાર્ટી એન્ટ્રી કરી રહી છે.મિઝોરમમાં કોંગ્રેસ પાર્ટી સત્તાથી બહાર થાય તેવા સંકેત દેખાઈ રહ્યા છે. એક્ઝિટ પોલના તારણો ચાવી રુપરાજ્યમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે નજીકની સ્પર્ધા દર્શાવી રહ્યા છે. મધ્યપ્રદેશની વાત કરવામાં આવે તો આઠ એક્ઝિટપોલના તારણ કોંગ્રેસને ૧૧૩ સીટ અને ભાજપને ૧૦૭ સીટ તેમજ અન્યોને ૧૦ સીટ આપી રહ્યા હતા. રાજસ્થાનમાં મતગણતરી ધીમી ગતિથી ચાલી રહી છે.