એડિલેડ : એડિલેડ ઓવલ ખાતે રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચના આજે પાંચમા અને અંતિમદિવસે પ્રવાસી ભારતીય ટીમે ઇતિહાસ સર્જયો હતો. ભારતીય ટીમે ઇતિહાસ સર્જીને ઓસ્ટ્રેલિયા પર ૩૧ રને જીત મેળવી લીધી હતી. ઓસ્ટ્રેલિયાને જીતવા માટે ૩૨૩ રનનીજરૂર હતી. જા કે ઓસ્ટ્રેલિયાની ટીમ ૨૯૧ રન કરીને ઓલઆઉટ થઇ ગઇ હતી. ભારતે જીત મેળવીને ઇતિહાસ સર્જ્યો હતો. જીતની સાથે સાથે નીચે મુજબ છે
– ભારતીય ટીમે ઇતિહાસ સર્જીને ઓસ્ટ્રેલિયા પર ૩૧ રને જીત મેળવી લીધી હતી
– ઓસ્ટ્રેલિયાને જીતવા માટે ૩૨૩ રનની જરૂર હતી. જા કે ઓસ્ટ્રેલિયાની ટીમ ૨૯૧ રન કરીને ઓલઆઉટ થઇ ગઇ હતી
– ભારતીય ટીમે હવે ઓસ્ટ્રેલિયા પર ૧-૦ની લીડ ચાર ટેસ્ટ મેચોની શ્રેણીમાં મેળવી લીધી છે.
– ભારતે જાન્યુઆરી ૨૦૦૮ બાદ પ્રથમ વખત ઓસ્ટ્રેલિયામાં કોઇ ટેસ્ટ મેચ જીતી છે. વર્ષ ૨૦૦૮માં ભારતે પર્થ ખાતે ઓસ્ટ્રેલિયાને ૭૨ રને હાર આપી હતીઅગાઉ ભારતીય ટીમ તેના બીજાદાવમાં ૩૦૭ રન કરીને ઓલઆઉટ થઇ ગઈ હતી
– ભારતે સાત વિકેટ માત્ર ૪૭ રનમાં ગુમાવી દીધી હતી જેથી ટીમ ઇÂન્ડયાએ વધારે લીડ મેળવી ન હતી
– ઓસ્ટ્રેલિયા તરફથી લિયોને છ વિકેટ ઝીંકીને તરખાટ મચાવ્યો હતો
– એડિલેડ ટેસ્ટ રોમાંચક તબક્કામાં પહેલા જ દિવસથી પ્રવેશી ગઇ હતી
– ઓસ્ટ્રેલિયા ઘરઆંગણે હોટફેવરીટ ખેલાડી તરીકે છે. ઇતિહાસ પર નજરકરવામાં આવે તો તે ઓસ્ટ્રેલિયા ભારતથી ખુબ આગળ છે
– પેટ કમિન્સ હાલના વર્ષોમાં જારદાર બોલર તરીકે ઉભરી ચુક્યો છે.
– ભારતીય ટીમ ઇતિહાસને ભુલીને જારદાર દેખાવ કરવા તૈયાર છે અને આનીસાબિતી પ્રથમ ટેસ્ટ મેચ જીતીને આપી દીધી છે.
– ઓસ્ટ્રેલિયામાં રમાયેલી ૪૪ ટેસ્ટ મેચો પૈકી ભારતે માત્ર પાંચ ટેસ્ટમેચ જીતી છે.
-વર્ષ ૨૦૧૪-૧૫થી હજુ સુધી ભારતે ૪૬ પૈકી ૨૬ ટેસ્ટ મેચો જીતી છે. આગાળા દરમિયાન ભારતીય ટીમ ટેસ્ટમાં પહેલા નંબર પર પહોંચી ગઇ છે. સ્થાનિક મેદાનમાંશાનદાર દેખાવની સાથે સાથે ભારતે કેટલાક નવા રેકોર્ડ સર્જી દીધી છે.
– છેલ્લા ૧૫ ટેસ્ટ મેચો પૈકી ભારતે ૧૧ ટેસ્ટ મેચમાં જીત હાંસલ કરી છે.