જમ્મુ : જમ્મુ કાશ્મીરમાં આ વર્ષે સુરક્ષા દળોને મોટી સફળતા હાથ લાગી છે. હજુસુધી ૨૨૩ ત્રાસવાદીઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે. છેલ્લા આઠ વર્ષનાગાળામાં સૌથી વધુ સંખ્યામાં આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા છે. આ પહેલાવર્ષ ૨૦૧૦માં ૨૩૨ ત્રાસવાદીઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા. ગૃહ મંત્રાલયનાઆંકડા મુજબ જમ્મુ કાશ્મીરમાં આ વર્ષે આતંકવાદી ગતિવિધિઓમાં ગયા વર્ષની સરખામણીમાંવધારો થયો છે. ગયા વર્ષે આતંકવાદ સંબંધિત ૩૪૨ ઘટનાઓ ઘટી હતી જ્યારે આ વર્ષે ૪૨૯ઘટનાઓ ઘટી છે.
ગયા વર્ષે ૪૦ નાગરિકો માર્યા ગયા હતા જ્યારે આ વર્ષે ૭૭ નાગરિકોમાર્યા ગયા છે. આ વર્ષે સુરક્ષા જવાનો ૮૦ શહીદ થયા છે. ગયા વર્ષે પણ ૮૦ જવાનો શહીદથયા હતા. ખીણમાં આ વર્ષે પાકિસ્તાની આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા હુમલામાંઉલ્લેખનીયરીતે વધારો થયો છે. પાકિસ્તાની ત્રાસવાદીઓને ખીણમાં હજુ પણ સ્થાનિકલોકોનો ટેકો મળી રહ્યો છે. સેનાએ અથડામણની જગ્યાએ પથ્થરબાજી કરનાર લોકોને ચેતવણીઆપી હોવા છતાં પથ્થરબાજા ત્રાસવાદીઓને ટેકો આપી રહ્યા છે. જમ્મુ કાશ્મીરમાં આવર્ષે માર્યા ગયેલા આતંકવાદીઓનો આંકડો વધી શકે છે. હજુ વર્ષને ખતમ થવામાં ત્રણસપ્તાહનો સમય બાકી છે. ગયા વર્ષે ૨૧૩ ત્રાસવાદીઓનો આંકડો હતો. આજે વધુ ત્રણત્રાસવાદીઓ માર્યા ગયા હતા. હજુ આંકડો ખુબ ઉંચા સ્તર પર પહોંચી શકે છે. ૧૫મીસપ્ટેમ્બરથી પાંચમી ડિસેમ્બર વચ્ચે બે નાગરિકો માર્યા ગયા છે. આ ગાળા દરમિયાનપથ્થરબાજાની ઘટનાઓમાં ૧૭૦ લોકો ઘાયલ થયા છે. ૨૫મી જૂનથી ૧૪મી સપ્ટેમ્બર વચ્ચે આઠનાગરિકો માર્યા ગયા છે. જમ્મુ કાશ્મીરમાં ૧૯મી જૂનના દિવસે રાજ્યપાલ શાસન લાગૂકરવામાં આવ્યા બાદ મોટી સંખ્યામાંત્રાસવાદીઓ માર્યા ગયા છે જેમાં ટોચના કમાન્ડરો સામેલ છે. આમા લશ્કરના કમાન્ડરનવીદ જટ, જૈશના લીડર મૌલાના મસુદ અઝહરના ભત્રીજાઉસ્માન હૈદર અને હિઝબુલ કમાન્ડર અલ્તાફ અહેમદનો સમાવેશ થાય છે. હાલના સમયમાં પણકાશ્મીર ખીણમાં ૨૫૦થી ૩૦૦ જેટલા ત્રાસવાદીઓ છુપાયેલા છે. સ્થાનિક ત્રાસવાદીઓનીભરતીમાં વધારો થયો છે. આવી Âસ્થતિમાં હુમલાઓનો ખતરો હજુ પણ તોળાઈરહ્યો છે. સ્થાનિક ગતિવિધિમાં ખલેલ પહોંચાડવા માટે ત્રાસવાદીઓ વધુ સક્રિય થયા છે.
હજુ આંકડો ખુબ ઉંચા સ્તર પર પહોંચી શકે છે. ૧૫મીસપ્ટેમ્બરથી પાંચમી ડિસેમ્બર વચ્ચે બે નાગરિકો માર્યા ગયા છે. આ ગાળા દરમિયાનપથ્થરબાજાની ઘટનાઓમાં ૧૭૦ લોકો ઘાયલ થયા છે. ૨૫મી જૂનથી ૧૪મી સપ્ટેમ્બર વચ્ચે આઠનાગરિકો માર્યા ગયા છે. જમ્મુ કાશ્મીરમાં ૧૯મી જૂનના દિવસે રાજ્યપાલ શાસન લાગૂકરવામાં આવ્યા બાદ મોટી સંખ્યામાંત્રાસવાદીઓ માર્યા ગયા છે જેમાં ટોચના કમાન્ડરો સામેલ છે. આમા લશ્કરના કમાન્ડરનવીદ જટ, જૈશના લીડર મૌલાના મસુદ અઝહરના ભત્રીજાઉસ્માન હૈદર અને હિઝબુલ કમાન્ડર અલ્તાફ અહેમદનો સમાવેશ થાય છે. હાલના સમયમાં પણકાશ્મીર ખીણમાં ૨૫૦થી ૩૦૦ જેટલા ત્રાસવાદીઓ છુપાયેલા છે. સ્થાનિક ત્રાસવાદીઓનીભરતીમાં વધારો થયો છે. આવી Âસ્થતિમાં હુમલાઓનો ખતરો હજુ પણ તોળાઈરહ્યો છે. સ્થાનિક ગતિવિધિમાં ખલેલ પહોંચાડવા માટે ત્રાસવાદીઓ વધુ સક્રિય થયા છે.