નવીદિલ્હી : ઓગસ્ટા વેસ્ટલેન્ડ ડિલમાં ક્રિશ્ચિયન મિશેલને ભારત લાવવામાં આવ્યા બાદ હવે શરાબ કારોબારી વિજય માલ્યાને પણ ભારત લાવવાની તૈયારી હાથ ધરાઈ છે.આવતીકાલે સુનાવણી થનાર છે. બીજી બાજુ સીબીઆઈના જોઇન્ટ ડિરેક્ટર સાઈ મનોહરનાનેતૃત્વમાં અધિકારીઓની ટીમ લંડન જવા રવાના થઇ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સંકટમાં ફસાયેલા શરાબ કારોબારી વિજય માલ્યાને સોમવારના દિવસે એટલે કે આવતીકાલે લંડનની વેસ્ટમિનિસ્ટર કોર્ટમાં રજૂ કરવામાં આવનાર છે. માલ્યાના પ્રત્યાર્પણના મામલામાં હવે વહેલી તકે ચુકાદો આવી શકે છે. કિંગ ફિશર એરલાઈન્સના પ્રમુખ રહી ચુકેલા ૬૨ વર્ષીય વિજય માલ્યા પર ૯૦૦૦ કરોડ રૂપિયાની છેતરપિંડીનોઆક્ષેપ છે.