અમદાવાદ: ભાજપા મહિલા મોરચાના ૨૧,૨૨ડિસેમ્બરના રોજ યોજાનાર બે દિવસીય રાષ્ટ્રીય અધિવેશનની તૈયારી અને વ્યવસ્થાનાઆયોજન માટે ભાજપાના રાષ્ટ્રીય મહામંત્રી અને ગુજરાતના પ્રભારી ભૂપેન્દ્ર યાદવ અનેભાજપાના પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીના વડપણ હેઠળ શ્રી કમલમ્ ખાતે આજરોજમહત્વની બેઠક મળી હતી. આ બેઠકમાં રાષ્ટ્રીય અધિવેશનની તૈયારી માટે બનાવવામાં આવેલા૨૫ જેટલા વિભાગોના મુખ્ય વ્યવસ્થા ઇન્ચાર્જો ઉપસ્થિત રહ્યા હતા.
રાષ્ટ્રીયમહામંત્રી ભૂપેન્દ્ર યાદવની ઉપસ્થિતિમાં વિભાગવાર વ્યવસ્થા સંદર્ભે રિપોર્ટગ હાથધરાયુ હતુ. અડાલજ પાસે આવેલા ત્રિમંદિર પરિસરમાં યોજાનારા રાષ્ટ્રીય અધિવેશનનીઆયોજન બેઠકને સંબોધતા ભાજપાના રાષ્ટ્રીય મહામંત્રી ભૂપેન્દ્ર યાદવે જણાવ્યુ હતુ કેગુજરાત ભાજપાના કર્મઠ અને રાષ્ટ્રભક્ત કાર્યકરો ભાગ્યશાળી છે કે ભાજપાનાસ્થાપનાકાળથી અત્યાર સુધીના સૌથી મોટા મહિલા મોરચાના રાષ્ટ્રીય અધિવેશનને યોજવાનીતક મળી છે. ગુજરાતના કાર્યકરો રાષ્ટ્રીય અધિવેશનનું સુચારુ અને સફળ, યશસ્વી અનેરાષ્ટ્રને પથદર્શક આયોજન કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. તેઓએ જણાવ્યુ હતુ કે, ભાજપાનામહિલા મોરચાના રાષ્ટ્રીય અધિવેશનમાં ભાજપાની સંગઠનની તાકાત, ચૂંટાયેલાપ્રતિનિધિઓની તાકાત ઓછી છે તેવો તમિલનાડુ, કેરળ, આંદામાન-નિકોબારજેવા રાજ્યો સહિત રાષ્ટ્રભરમાંથી અપેક્ષિત હજારો મહિલા કાર્યકરો ઉપસ્થિત રહેશે.
ગુજરાતની ભૂમિ પર ‘‘લઘુ ભારત’’ આ અધિવેશનમાંઉપસ્થિત રહેશે. મહિલા મોરચાના રાષ્ટ્રીય અધિવેશનનું ઉદ્ઘાટન ગુજરાતના સપૂત અનેરાષ્ટ્રની રાજનીતિના ચાણક્ય ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ કરશે. રાષ્ટ્રીયઅધિવેશનના સમાપન પ્રસંગે ગુજરાતના સપૂત, રાષ્ટ્રભક્ત વડાપ્રધાન નરેન્દ્રમોદી ઉપસ્થિત રહેશે. ભાજપાના મહિલા મોરચાનું રાષ્ટ્રીય અધિવેશન ૨૦૧૯ની લોકસભાચૂંટણી માટેનો મહત્વનો આધારસ્થંભ બનશે. રાષ્ટ્રીય સ્તરે નારીશક્તિ જાગરણનો રણટંકારબનશે. રાષ્ટ્રના વિકાસમાં નારીશક્તિની ભાગીદારી વધે તે માટે આત્મવિશ્વાસ નિર્માણકરનાર મહત્વનું સ્થાન બની રહેશે.
ભાજપા મહિલા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષા વિજ્યારાહટકરે બેઠકને સંબોધતા જણાવ્યુ હતુ કે, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયરૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ટીમે અને સંગઠને રાષ્ટ્રીય અધિવેશનને એકઅવસર તરીકે ઉપાડી લઇ ઝીણવટભર્યું વ્યવસ્થાપન ઉભું કરવાના પ્રયાસો કર્યા છે તેઅભિનંદનીય છે. ગુજરાતના આંગણે રાષ્ટ્રભરમાંથી ઉપસ્થિત રહેનાર નારીશક્તિ જીવનનો એકઆગવો વિશ્વાસ લઇને જશે તેવો આશાવાદ તેઓશ્રીએ વ્યક્ત કર્યો હતો.