નવી દિલ્હી : પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ઘટાડાનો દોર રવિવારના દિવસે પણ જારી રહ્યો હતો. પેટ્રોલની કિંમતમાં આજે વધુ ૧૫-૨૦ પૈસાસુધીનો ઘટાડો કરવામાં આવ્યો હતો જ્યારે ડિઝલની કિંમતમાં વધુ ૨૨ પૈસાનો ઘટાડોકરવામાં આવ્યો હતો. પેટ્રોલની કિંમતમાં ઓક્ટોબર મહિનામાં રેકોર્ડ ઉંચી સપાટીએકિંમત પહોંચ્યા બાદથી આશરે ૧૫ ટકા સુધીનો ઘટાડો થઇ ચુક્યો છે. ઓક્ટોબર મહિનામાંક્રૂડની કિંમત બેરલદીઠ ૮૬ ડોલર સુધી પહોંચી હતી ત્યારબાદથી તેમાં ઉલ્લેખનીયરીતેઘટાડો થઇ ચુક્યો છે. છેલ્લા એક મહિનાના ગાળામાં પેટ્રોલની કિંમતમાં આઠ અને ડીઝલનીકિંમતમાં છ રૂપિયાથી વધુનો ઘટાડો થયો છે.
૧૭મી ઓક્ટોબર બાદથી પેટ્રોલમાં આઠરૂપિયાથી વધુનો ઘટાડો નોંધાયો છે. અમેરિકા અને ચીન વચ્ચે Âસ્થતી હવે હળવી થઇ રહી છે. તેલ કિંમતોમાં હજુ વધ ઘટાડો થવાના સંકેતદેખાઇ રહ્યા છે. હાલમાં તેલના ભાવને લઇને ભારત બંધની હાકલ પણ કરવામાં આવી હતી. ભાવમાં ઘટાડો કરવા માટે કેન્દ્ર સરકારપર દબાણ લાવવામાં આવ્યુ હતુ. જા કે ચૂંટણી સમય પહેલા ભાવમાં ઘટાડાની શરૂઆત થઇ હતી.જેથી ભાવ ઓક્ટોબર બાદથી સતત ઘટવાની શરૂઆત થઇ હતી. હાલમાં જુદા જુદા રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવને લઇને ભારેહોબાળો થઇ ગયો હતો. આંતરરાષ્ટ્રીય ક્રુડ ઓઇલની કિંમત એશિયન ટ્રેડ કારોબારમાં વહેલીસવારે ૬૦ ડોલર પ્રતિ બેરલથી પણ નીચે પહોંચી જતા ભાવ હજુ ઘટે તેના સંકેતો દેખાઇરહ્યા છે.
ભાવમાં અવિરત વધારાના કારણે હાલમાં તમામ સામાન્ય લોકો પરેશાન દેખાઇરહ્યા હતા. સરકાર સામે નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી. દેખાવો કરવામાં આવ્યા હતા.આંતરરાષ્ટ્રીય ક્રુડ ઓઇલની કિંમત એશિયન કારોબારમાં પ્રતિ બેરલ ૬૦થી પણ નીચે પહોંચીગઇ છે. છેલ્લા એક મહિનામાં દિલ્હીમાં પેટ્રોલની કિંમતમાં ૬.૫૪ રૂપિયા અને ડીઝલનીકિંમતમાં ૬.૪૩થી વધુનો ઘટાડો કરવામાં આવી ચુક્યો છે. સતત ઘટાડાના કારણે એકબાજુ ડીઝલની કિંમત હવેત્રણ મહિનાની નીચી સપાટી પર પહોંચી છે. આવી જ રીતે પેટ્રોલની કિંમતમાં આઠ મહિનાનીનીચી સપાટી જાવા મળી રહી છે. ઓક્ટોબર મહિનામાં સૌથી ઉંચી સપાટી પર પહોંચી ગયાબાદથી તેમાં ૩૧ ટકા સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે.