અમદાવાદ : દેશની સૌથી મોટી બાસ્કેટબોલની રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા એવી ૬૯મી સિનિયર નેશનલ બાસ્કેટબોલ ચેમ્પિયનશિપ ગુજરાતના ભાવનગર ખાતે ૫ થી ૧૨ જાન્યુઆરી,૨૦૧૯ દરમિયાન યોજાશે, જેનું ઉદ્ઘાટન રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દ્વારા તા.૫મી જાન્યુઆરીના રોજ ભાવનગરના સિદસરમાં સ્પોટ્ર્સ કોમ્પ્લેક્સમાં આવેલ સ્પોટ્ર્સ ઓથોરિટી ઓફ ગુજરાતના નવા બાંધકામ ઇન્ડોર કોટ્ર્સ ખાતે કરવામાં આવશે.
આ પ્રસંગે રાજયના રમતગમત મંત્રી ઇશ્વરભાઇ પટેલ, ભાજપના પ્રદેશપ્રમુખ જીતુભાઇ વાઘાણી, રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ સહિતના અનેક મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહેશે. રાષ્ટ્રીય કક્ષાની આ સૌથી બાસ્કેટબોલ ચેમ્પિયનશીપમાં દેશના ૩૨ રાજયો-યુનિટ્સમાંથી ૫૯ ટીમો અને ૧૨૦૦થી વધુ ખેલાડીઓ ભાગ લેશે. ૬૯મી સિનિયર નેશનલ બાસ્કેટબોલ ચેમ્પિયનશિપ અંગે ઓર્ગેનાઇઝિંગ ચેરમેન શ્રી જીતુભાઇ વાઘાણી અને ઓર્ગેનાઇઝિંગ પ્રેસિડેન્ટ શ્રી શક્તિસિંહ ગોહિલે માહિતી આપતાં જણાવ્યું હતું કે, ગુજરાત સ્ટેટ બાસ્કેટબોલ એસોસીએશન આ ઘોષણા કરતાં ખુશી અનુભવે છે કે બાસ્કેટબોલ ફેડરેશન ઓફ ઇન્ડિયાના ટેકા હેઠળ તા.૫ થી ૧૨મી જાન્યુઆરી, ૨૦૧૯ દરમિયાન પુરુષો અને મહિલાઓ માટે ભાવનગરના સિદસરમાં સ્પોટ્ર્સ કોમ્પ્લેક્સમાં આવેલ સ્પોટ્ર્સ ઓથોરિટી ઓફ ગુજરાતના નવા બાંધકામ ઇન્ડોર કોટ્ર્સખાતે ૬૯મી સિનિયર નેશનલ બાસ્કેટ બોલ ચેમ્પિયનશિપ યોજાશે.
ભાવનગર ખાતે દેશમાં સૌપ્રથમવાર આંતરરાષ્ટ્રીય કક્ષાની ઉજવણી અને આગતા સ્વાગતા સાથે આ ચેમ્પિયનશીપ યોજાશે. ગુજરાત અને સમગ્ર દેશ માટે આ ગૌરવવંતી ઇવેન્ટ છે,જે બદલ ગુજરાત સ્ટેટ બાસ્કેટબોલસ એસોસીએશન અભિનંદનને પાત્ર છે. ઓર્ગેનાઇઝિંગ ચેરમેન જીતુભાઇ વાઘાણી અને ઓર્ગેનાઇઝિંગ પ્રેસિડેન્ટ શ્રી શક્તિસિંહ ગોહિલે વધુમાં ઉમેર્યું હતું કે, મેન અને વુમન્સ(પુરુષો અને મહિલાઓ) સેક્શન્સમાં ભારતના ૩૨ સ્ટેટ્સ /યુનિટ્સમાંથી ઇન્ડિયન રેલવે, સર્વિસીસ, ઉત્તરાખંડ, કર્ણાટક, દિલ્હી, જમ્મુ અને કાશ્મીર, મિઝોરમ સહિતના અનેક રાજ્યોની રેકોર્ડ નંબર ૫૯ ટીમો ભાગ લેશે.
બંને સેક્શન્સ(વિભાગો)માંથી ચેમ્પિયન ૮ ટીમો ૨૦૨૦ ફેડરેશન કપ નેશનલ ચેમ્પિયનશિપ માટે ક્વોલિફાઈ થશે. બંને સેક્શન્સમાં ગત વર્ષની ૩ ક્રમાંકિત ટીમોમાં મેન(પુરુષો)-તામિલનાડુ, સર્વિસીસ અને ઇન્ડિયન રેલવે તેમ જવુમન(મહિલાઓ)- ઇન્ડિયન રેલવે, છત્તીસગઢ અને કેરળનો સમાવેશ થતો હતો.દરમ્યાન ઓર્ગેનાઈઝિંગ સેક્રેટરી- શ્રી શફીક શેખ તથા ઓર્ગેનાઇઝિંગ વાઇસ પ્રેસિડેન્ટશ્રી ઉમેશ પાઠકે જણાવ્યું હતું કે, દેશના ટોચના ક્રમના ખેલાડીઓ તેમનાસંબંધિત રાજ્યો / યુનિટ્સ માટે એકબીજા સામે હરીફાઈ કરશે. આ રમતોને ફ્લડ લાઈટહેઠળ એક ઇન્ડોર અને ત્રણ આઉટડોર કોર્ટમાંરમવામાં આવશે. રાષ્ટ્રીય કક્ષાની આ સૌથી મોટી બાસ્કેટબોલ ચેમ્પિયનશીપમાં દેશના જાણીતા અને નામાંકિત ખેલાડીઓ ભગીરથ જાડેજા, કાશી રાજન, વિવેક ગોટી, વિનય કૌશિક, ઇન્દ્રવિજય ગોહિલ સહિતના ખેલાડીઓ રમત જાવા મળશે.