અમદાવાદ : જસદણ વિધાનસભાની પેટાચૂંટણીનો શંખ ફૂંકાઈ ચુક્યો છે. જેને લઈને ભાજપ અને કોંગ્રેસ દ્વારા બહુમતી મળવાના દાવાઓ કરવાની સાથે-સાથે ચૂંટણી પ્રચાર પણ શરૂ કરી દેવામાં આવ્યો છે. જેમાં ભાજપ દ્વારા પરેશ રાવલ, સ્મૃતિ ઈરાની સહિતના ૩૫ સ્ટાર પ્રચારકોને બોલાવવાનો તખ્તો ઘડાયો છે. તો કોંગ્રેસના ઉમેદવાર અવસર નાકિયાએ સમર્થકો સાથે છકડોરિક્ષા ચલાવીને લોકોની મુલાકાત લેવાનું શરૂ કરી દીધું છે.
કોંગ્રેસનો પ્રચારપૂર જાશમાં અને ભારે આક્રમકતા ચાલી રહ્યો હોવાનું ચિત્ર આજે સામે આવ્યું હતું. અવસરનાકિયાએ ફરી એકવાર સ્પષ્ટ કર્યું હતું કે, જસદણનીચૂંટણીમાં આ વખતે કોંગ્રેસની જીત નક્કી છે, જસદણની પ્રજા કોંગ્રેસની સાથે જાડાયેલી છે અને કોંગ્રેસનો સાથ જ આપશે. કુંવરજી બાવળિયા મુદ્દે તેમણે પ્રહાર કર્યાે હતો કે,બાવળિયાએ સત્તાની લાલચમાં કોંગ્રેસ પક્ષ અને જસદણની જનતા સાથે ગદ્દારી કરી છે પરંતુ જસદણની જનતા બાવળિયાના આ વિશ્વાસઘાતને માફ નહી કરે.
તા.૨૦મીએ કોંગ્રેસની તરફેણમાં મતદાન કરી જનતા ભાજપને અને બાવળિયાને જારદાર જવાબ આપશે. નાકિયાએ ઉમેર્યું હતું કે, ચૂંટણીમાં મત માંગવા ઉમેદવારે પોતાના દમ પર નીકળવું જોઈએ. જસદણની પ્રજા સ્ટાર પ્રચારકોની સાથે ઉભા રહેવાથી મત આપે તેટલી અજ્ઞાન નથી. અહીંની પ્રજાએ હંમેશા કોંગ્રેસના હાથને સાથ આપ્યો છે. પક્ષપલ્ટો કરનારને પ્રજા ચોક્કસ જવાબ આપશે અને આગામી ચૂંટણીમાં કોંગ્રેસની ભારે બહુમતીથી જીત થવાનો વિશ્વાસ પણ નાકિયાએ વ્યક્ત કર્યો હતો.
જસદણનો જંગ ભાજપ અને કોંગ્રેસ માટે અસ્તિત્વનો સવાલ છે. ત્યારેભાજપે મુખ્યમંત્રી રૂપાણી સહિતના રાજકીય આગેવનો તેમજ હિતુ કનોડિયા, પરેશ રાવલ અને સ્મૃતિ ઈરાની સહિતના સ્ટાર પ્રચારકોને લાવવા ચૂંટણીતંત્રને યાદી મોકલી આપી છે. જ્યારે કોંગ્રેસ માટે પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલની રાજ્યગુરૂ ડાયરાઓ યોજીને અને કોંગ્રેસના ઉમેદવાર અવસર નાકિયા પોતે સમર્થકો સાથે છકડો રિક્ષા ચલાવીને ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. હાલ તો કોંગ્રેસ જારદાર આક્રમકતાઅને પૂરજાશમાં પ્રચાર કરી રહ્યું છે અને ભાજપ કરતાં પ્રચારમાં તેનું પલ્લું ભારે જણાય છે પરંતુ આગામી દિવસોમાં ભાજપ સ્ટાર પ્રચારકો પ્રચારમાં ઉતારી જસદણની પ્રજાને રીઝવવાના ભૂરપૂર પ્રયાસો કરવાનું છે તે નક્કી છે.