ઈસ્લામાબાદ : મુંબઈમાં કરવામાં આવેલા આતંકવાદી હુમલામાં લશ્કરે તોયબાની સંડોવણીહોવાની પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને પરોક્ષ રીતે કબુલાત કરી છે. ઈમરાનેકહ્યું છે કે પાકિસ્તાનથી આ હુમલાની યોજના તૈયાર કરવામાં આવી હતી અને પાકિસ્તાનીઆતંકવાદીઓનો હાથ હતો. ઈમરાન ખાને કહ્યું છે કે પાકિસ્તાન આ મામલામાં કાર્યવાહીકરવા માટે કટિબદ્ધ છે. ખાને કહ્યું હતું કે તેમની સરકાર આ આતંકવાદી હુમલામાં જેકઈપણ લોકો સામેલ છે તેમની સામે ખટલો ચલાવવા માટે ઈચ્છુક છે.
પાકિસ્તાનના હિતમાં આતમામ બાબતો રહેલી છે. ઈમરાને કહ્યું હતું કે પાકિસ્તાનમાં આતંકવાદ વિરોધી કોર્ટમાંઆ મામલામાં સુનાવણી ચાલી રહી છે. આ મામલો ક્યાં સુધી પહોંચ્યો છે તે અંગે પણ ઈમરાનખાને માહિતી માંગી હોવાનું જાણવા મળ્યું છે. વિદેશી પ્રકાશનને પોતાની પ્રથમમુલાકાતમાં ઈમરાન ખાને કેટલીક બાબતો કબુલી છે. વોશિંગ્ટન પોસ્ટને આપેલી મુલાકાતમાં ઈમરાન ખાને કહ્યું છે કે મુંબઈના બોમ્બરો અંગે કાર્યવાહી કરવા માટે અમે ઈચ્છુક છીએ.આ કેસના સ્ટેટસ અંગે માહિતી મેળવવા અધિકારીઓને કહેવામાં આવ્યું છે. આ કેસનેઉકેલવાની બાબત પાકિસ્તાનના હિતમાં રહેલી છે કારણ કે આ એક આતંકવાદી હુમલો હતો.
હુમલાના કાવતરાખોરો સામે ખટલો ચલાવવામાં આશે કે કેમ તે અંગે પૂછવામાં આવતા ઈમરાનખાને આ મુજબની વાત કરી હતી. લશ્કરે તોયબાના ઓપરેશન કમાન્ડર ઝાકીર ઉર રહેમાન લકવીનેછોડી મુકવા અંગે પણ પ્રશ્નો કરવામાં આવ્યા હતા. સાત હુમલાખોરોના આકાઓ સામેપાકિસ્તાનમાં આતંકવાદ વિરોધી કોર્ટમાં કાર્યવાહી ચાલી રહી છે. છેલ્લા ૧૦ વર્ષમાં આટ્રાયલમાં ખૂબ ઓછી પ્રગતિ થઈ શકી છે. પાકિસ્તાને આરોપીઓ સામે પુરતા પુરાવા નહીંહોવાની દલીલ કરી છે.