નવી દિલ્હી : ઉરી કેમ્પ પર હુમલો કરવામાં આવ્યા બાદ જવાબી કાર્યવાહી રૂપે ભારતીય સેનાએપોકમાં જઈને સર્જિકલ હુમલા કર્યા હતા. આને લઈને રાજકીય આક્ષેપબાજીનો દોર હજુ પણજારી રહ્યો છે. સર્જિકલ સ્ટ્રાઈકના સમયે સેનાની ઉત્તરીય કમાન્ડના પ્રમુખ તરીકે રહી ચુકેલા લેફ્ટી. જનરલ (નિવૃત્ત) ડીએસ હુડાનું નિવેદન સપાટી પર આવ્યા બાદ કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ પણ આને લઈને મોદી સરકાર ઉપર પ્રહારો કરવાની શરૂઆત કરી દીધી છે. હુડાએ હાલમાં કહ્યું હતું કે સર્જિકલ સ્ટ્રાઈકને લઈને વધારે પ્રચાર કરવામાંઆવ્યો હતો. કોંગ્રેસ પ્રમુખે આના ઉપર ટ્વીટ કરીને મોદી ઉપર પ્રહારો કર્યા છે.
રાહુલ ગાંધીએ પોતાના ટ્વીટમાં કહ્યું છે કે જનરલ હુડા એક સાચા સૈનિક તરીકે બોલી રહ્યા છે. ભારતને તેમના ઉપર ગર્વ છે. ચોક્કસપણે મિસ્ટર ૩૬ ને અમારી સેનાની અંગતસંપત્તિ તરીકે જાવાને લઈને કોઈ શરમ નથી. રાહુલે આગળ લખ્યું છે કે તેઓએ પોતાનારાજકીય લાભ માટે સર્જિકલ સ્ટ્રાઈક અને અનિલ અંબાણીને ૩૦ હજાર કરોડનો લાભ પહોંચાડવા માટે સર્જિકલ સ્ટ્રાઈક કરાવી હતી. સાથે સાથે રાફેલ ડિલનો ઉપયોગ કર્યો છે. રાહુલ ગાંધી મિસ્ટર ૩૬નો ઉપયોગ વડાપ્રધાન મોદી માટે કરી રહ્યા હતા.
રાહુલે ખોટી રીતે ૫૬ને ૩૬ લખી દીધું છે. રાહુલ ગાંધી સામાન્ય રીતે ૫૬ ઈંચ વાળા નિવેદનને લઈને મોદીનેભીંસમાં લેવાના પ્રયાસ કરતા રહે છે. સર્જિકલ સ્ટ્રાઈકના બે વર્ષ પૂર્ણ થવાનાપ્રસંગે હુડાએ કહ્યું હતું કે આ હુમલાને લઈને વધારે પડતા પ્રચાર કરવાની કોઈ જરૂર નહતી. હુડાનું કહેવું હતું કે સેનાના ઓપરેશન ખૂબ મહત્વપૂર્ણ હતા પરંતુ આને લઈને રાજનીતિ વધારે રમાઈ હતી. હુડાના નિવેદન પર સેનાના વડા જનરલ બિપીન રાવતે કહ્યું છે કે આ વ્યક્તિગત નિવેદન છેતેના ઉપર પ્રતિક્રિયા આપી શકાય નહીં. હુડા આ ઓપરેશનને અંજામ આપનાર મુખ્ય લોકોમાંહતા. તેમનું તેઓ સન્માન કરે છે પરંતુ હુડાના આ અંગત અભિપ્રાય હતા.