નવી દિલ્હી : પાંચ રાજ્યોમાં ચુંટણીના એક્ઝિટ પોલથી ભાજપની મુશ્કેલી વધી ગઈ છે ત્યારે ક્રુડ ઓઈલની કિંમતોમાં વધારાના અહેવાલ વચ્ચેકેન્દ્ર સરકારની ચિંતા વધે તેવા સંકેત દેખાઈ રહ્યા છે. ૨૦૧૯ની ચુંટણી પહેલા ક્રુડની કિંમતોમાં વધારો થઈ શકે છે. તેલની નિકાસ કરનાર ૧૫ મોટા દેશો અન્ય તેલ ઉત્પાદક દેશોએ ક્રુડની ઘટતી જતી કિંમતોને રોકવા માટે તેલ ઉત્પાદનમાં ૧.૨ મિલિયન બેરલ પ્રતિ દિવસે ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે.
૨૦૧૯ની સામાન્ય ચુંટણી પહેલા તેલની કિંમતો વધવાના સંકેત સરકારમાટે મોટા ફટકાથી કમ નથી. આવી સ્થિતિ સરકારની સામે આ સંકટનો સામનોકરવા માટે પણ પડકાર રહેશે. દુનિયાભરમાં તેલ ઉત્પાદનના અડધા હિંસા ઓપેક અને તેના ભાગીદાર દેશોમાંથી આવે છે. ઓપેકની થયેલી બેઠકમાં એવો સર્વસંમત અભિપ્રાય વ્યક્ત કરાયો હતો કે તેલ ઉત્પાદન વધારે હોવાના કારણે છેલ્લા બે મહિનાના ગાળામાં તેલનીકિંમતોમાં ૩૦ ટકાથી વધુનો ઘટાડો થયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં તેલની કિંમતોમાં ઘટાડો કરવામાં આવ્યા બાદ કેન્દ્ર સરકારે પણ પાંચ રાજ્યોની ચુંટણી પહેલા મોટી રાહત આપી હતી. કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડિઝલની કિંમતમં ૨.૫ રૂપિયાનો ઘટાડો કર્યો હતો.
રાજ્ય સરકારે પણ ૨.૫ રૂપિયાનો ઘટાડો કર્યો હતો. ત્યારબાદ પેટ્રોલ અને ડિઝલની કિંમતમાં છેલ્લા૪૦ દિવસથી ઘટાડો થઈ રહ્યો હતો. ૧૨મી નવેમ્બર ૨૦૧૪થી લઈને ૩૧મી જાન્યુઆરી ૨૦૧૬ સુધીકેન્દ્ર સરકારે પેટ્રોલિ પેદાશ પર નવ વખત એક્સાઈઝ ડ્યુટીમાં વધારો કર્યો હતો.આનાથી પેટ્રોલની કિંમત ૧૦ રૂપિયા અને ડિઝલની કિંમતમાં ૧૨ રૂપિયાનો વધારો થયો હતો.ભારત દુનિયાના ત્રીજા સૌથી મોટા તેલ આયાતકાર દેશ તરીકે છે. પોતાની જરૂરીયાત પૈકી૮૦ ટકા તેલની આયાત કરે છે.
આજ કારણ છે કે કેન્દ્ર સરકાર ક્રુડનીકિંમતો યોગ્ય સ્તર પર રાખવા માટે ઓપેક ગ્રુપ સાથે નિયમિત રીતે બેઠક યોજે છે. અત્રે ઉલ્લેખનિય છે કે પેટ્રોલ અને ડિઝલની કિંમતમાં અવિરત ઘટાડો કરવામાં આવી રહ્યો છે. ઓકટોબર મહિના બાદથી કિંમતો સતત ઘટી રહી છે. ઓકટોબર મહિનાની શરૂઆતમાં પેટ્રોલ અને ડિઝલની કિંમત ઓલ ટાઈમ હાઈ સપાટીએ પહોંચી ગઈ હતી. ત્યારબાદથી કિંમતોમાં ઘટાડો શરૂથયો છે અને હવે પેટ્રોલ અને ડિઝલની કિંમત સતત ઘટતા છેલ્લા કેટલાક મહિનાની નીચીસપાટીએ કિંમતો પહોંચી છે. પેટ્રોલ અને ડિઝલના વધતા ભાવ વચ્ચે સપ્ટેમ્બર મહિના અનેતે પહેલા કોંગ્રેસ પાર્ટી અને અન્ય વિરોધ પક્ષો દ્વારા દેશભરમાં વિરોધ પ્રદર્શન કરીને મોદી સરકાર ઉપર પ્રહારો કરવામાં આવ્યા હતા. હવે ભાવમાં ઘટાડો ચાલી રહ્યો છે પરંતુ ઓપેક દેશોએ ફરી એકવાર કિંમતોમાં ઘટાડા વચ્ચે ઉત્પાદનમાં બ્રેક મુકતા કિંમતોવધવાના સંકેત છે.