સારા સાવધાનીપૂર્વક ફિલ્મો સાઇન કરવા માટે ઇચ્છુક છે

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

મુંબઇ :  બોલિવુડમાં હવે એન્ટ્રી કરવા જઇ રહેલી સારા ખાન આવતાની સાથે જ આડેધડ ફિલ્મો સાઇન કરવા માટે ઇચ્છુક નથી. તે સાવધાની સાથે કેરિયરને આગળ વધારી દેવા માટે ઇચ્છુક છે. પ્રથમ ફિલ્મ  કેદારનાથ રજૂ કરવામાં આવ્યા બાદ હવે તેની ફિલ્મ રજૂ કરવામાં આવશે. તેની પ્રથમ ફિલ્મ કેદારનાથ આવતીકાલે સાતમી ડિસેમ્બરના દિવસે રજૂ કરવામાં આવનાર છે.  કેદારનાથ રજૂ થયા બાદ જ તે વધારે ફિલ્મ કરશે. તેની પાસે રોહિત શેટ્ટીની સિમ્બા પણ આવી છે.  સારા અલી ખાન તેની પ્રથમ ફિલ્મ કેદારનાથ રજૂ કરવામાં ન આવે ત્યાં સુધી બીજી ફિલ્મો સ્વીકારનાર નથી. તેની પાસે ફિલ્મોની ઓફર આવી રહી છે. તેની પાસે રોહિત શેટ્ટીની ફિલ્મ સિમ્બાની ઓફર પણ આવી હોવાના હેવાલ મળ્યા છે.

આ ફિલ્મને લઇને બોલિવુડના તમામ લોકો રાહ જાઇ રહ્યા છે. સારા પાસેથી જારદાર એન્ટ્રીની અપેક્ષા રાખવામાં આવી રહી છે. આ ફિલ્મમાં તેની સાથે સુશાંત સિંહ રાજપુત કામ કરી રહ્યો છે.  હાલમાં સારા અલી ખાન મુંબઇના એક લોકપ્રિય સલુનમાંથી બહાર નિકળતા કેમેરામાં કેદ થઇ ગઇ હતી. સારાએ પોતાના ચહેરાને ઢાકવાના તમામ પ્રયાસ કર્યા હતા.  પોતાની પ્રથમ ફિલ્મ અંગે તમામ પ્રકારની માહિતી હાલમા જાહેર કરવામાં આવી રહી નથી. સુશાંત બોલિવુડમાં ગળા કાપ સ્પર્ધા હોવા છતાં પોતાની લોકપ્રિયતાને ટકાવી રાખવામાં સફળ રહ્યો છે. તે કેટલીક સારી ફિલ્મો કરી ચુક્યો છે. જેમાં ભારતીય ક્રિકટ સ્ટાર મહેન્દ્ર સિંહ ધોનીની લાઇફ પર બનેલી ફિલ્મનો સમાવેશ થાય છે. આ ફિલ્મ તમામ ચાહકોને ગમી ગઇ હતી.  બોલિવુડના તમામ સુપરસ્ટારના બાળકો એન્ટ્રી કરી રહ્યા છે.

Share This Article