બોલિવુડમાં ચંકી પાન્ડેની પુત્રી અનન્યાની હવે ચર્ચા

News KhabarPatri
By News KhabarPatri 2 Min Read

મુંબઇ:  આગ હી આગ, તેજાબ અને પાપ કી દુનિયા સહિતની અનેક ફિલ્મોમાં વિતેલા વર્ષોમાં કામ કરી ચુકેલા ચંકી પાન્ડેની પુત્રી અનન્યા પાન્ડેની ચર્ચા હવે બોલિવુડમાં જોવા મળી રહી છે. તે કરણ જાહરની ફિલ્મ સ્ટુડન્ટ ઓફ દ યર-૨ ફિલ્મમાં નજરે પડશે. કરણ જોહર હવે તેમની સુપરહિટ ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યર-૨ બનાવવા જઇ રહ્યા છે. આ ફિલ્મની તૈયારી કરી લેવામાં આવી છે. આ ફિલ્મમાં કોને કોને લેવામાં આવનાર છે તેના નામ પર હવે નિર્ણય કરવામાં આવ્યો છે.

એકબાજુ ફિલ્મમાં સારા અલી ખાન, જાન્વી કપુર અને દિશા પાટનીના નામ પર અભિનેત્રીને લઇને ચર્ચા ચાલી  હતી. જો કે હવે ચંકી પાન્ડેની પુત્રીને લેવામાં આવી છે. તેની સાથે તારાને પણ લેવામાં આવી છે.  બીજી બાજુ ફિલ્મમાં અભિનેતા તરીકે કોણ રહેશે તેને લઇને ચિત્ર સ્પષ્ટ થઇ ગયુ છે. વિતેલા વર્ષોના સુપરસ્ટાર અભિનેતા જેકી શ્રોફના પુત્રની પસંદગી કરવામાં આવી છે. ચંકી પાન્ડેની પુત્રી અનન્યાને કેટલીક અન્ય ફિલ્મ પણ હાથ લાગી રહી છે. થોડાક સમય પહેલા એવા હેવાલ પણ આવ્યા હતા કે સલમાન ખાન દ્વારા ચન્કી પાન્ડેની પુત્રીને લોંચ કરવામાં આવનાર છે.

પોતાના ગ્રેજુએશનને પૂર્ણ કરવામાં આવ્યા બાદ તે હવે એક્ટિંગના ક્ષેત્રમાં ધ્યાન આપી રહી છે. ડાન્સિંગ ક્લાસ પણ કરી રહી છે. બોલિવુડના સેલિબ્રીટી ફિટનેસ ટ્રેનર યાસ્મીન કરાચીવાલા હેઠળ તે તમામ પ્રકારની ટ્રેનિંગ લઇ રહી છે. અન્ય સ્ટાર બાળકો પણ એન્ટ્રી કરવાની તૈયારીમાં છે. જેમાં સારા અલી ખાન, કરણ જોહરની સિક્વલ ફિલ્મને લઇને છેલ્લા કેટલાક સમયથી ચર્ચા ચાલી રહી હતી. પ્રથમ ફિલ્મમાં આલિયા ભટ્ટ, સિદ્ધાર્થ મલહોત્રા અને વરૂણ ધવનની જોડી ચમકી હતી.

 

Share This Article