જયપુર : રાજસ્થાનમાં છેલ્લી વિઘાનસભાની ચૂંટણીમાં ભાજપે જોરદાર સપાટો બોલાવ્યો હતો. છેલ્લી ચૂંટણીમાં ભાજપે કુલ ૨૦૦ વિધાનસભાની સીટો પૈકી ૧૬૩ સીટો જીતી લીધી હતી. કોંગ્રેસનો કરૂણ રકાસ થયો હતો. કોંગ્રેસ પાર્ટી માત્ર ૨૧ સીટો જ જીતી શકી હતી. આ વખતે કોંગ્રેસ પાર્ટીની સ્થિતી સારી દેખાઇ રહી છે. જાણકાર પંડિતો માની રહ્યા છેકે શાસન વિરોધી પરિબળોના કારણે પણ કોંગ્રેસ પાર્ટીની સ્થિતી સારી દેખાઇ રહી છે. છેલ્લી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ તમામ વિસ્તારોમાં સપાટો બોલાવ્યો હતો.પશ્ચિમી રાજસ્થાનની ૪૩ સીટ પર ગયા વખતે ભાજપે જોરદાર સપાટો બોલાવ્યો હતો. છેલ્લી ચૂંટણીમાં ભાજપે મોદી લહેર વચ્ચે જરદાર સપાટો બોલાવ્યોહતો. આવી જેથી ભાજપે ૩૯ સીટો જીતી હતી. આવી જ રીતે કોંગ્રેને માત્ર ત્રણ સીટો મળી હતી. તેનો સંપૂર્ણ સફાયો થયો હતો. આ વખતે તેને ગુમાવવા માટે કઇ નથી. તેને મોટો ફાયદો થાય તેવા સંકેત દેખાઇ રહ્યા છે.
પશ્ચિમી રાજસ્થાનમાં વધી રહેલ ઠંડી વચ્ચે રાજકીય ગરમી વધી ગઇ છે. વિધાનસભાની કુલ ૨૦૦ સીટો પૈકી મારવાડની આશરે એક ચતુર્થાશ સીટ સૌથી ઉપયોગી સાબિત થાય છે. અહી શાનદાર દેખાવ કરનાર પાર્ટી જ હમેંશા રાજ્યમાં સરકાર બનાવે છે. બે વખત મુખ્યપ્રધાન રહેલા અશોક ગહેલોત અહીંના છે. પરંતુ વર્ષ ૨૦૧૩માં કોંગ્રેસ પાર્ટી અહંન ૪૩ સીટો પૈકી માત્ર ત્રણ સીટ જીતી શકી હતી.આવી જ રીતે ઉત્તરીય રાજસ્થાનમાં આ વખતે ચૂંટણી ખુબ જ નિર્ણાયક બનનાર છે. કારણ કે અહીં ભાજપ અને કોંગ્રેસને કેટલાક મુદ્દાને લઇને ચિંતા સતાવી રહી છે.
છેલ્લી ચૂંટણીમાં મોદી લહેરના આધાર પર ભાજપે જોરદાર સપાટો બોલાવ્યો હતો અને ઉત્તરીય રાજસ્થાનની ૩૯ સીટ પૈક ૨૫ સીટ પર જીત મેળવી લીધી હતી. જો કે આ વખતે અહીં કોઇ પણ પ્રકારની લહેર દેખાઇ રહી નથી. ભાજપની સરખામણીમાં કેટલીક જગ્યાએ તો કોંગ્રેસની સ્થિતી મજબુત દેખાઇ રહી છે. આ વખતે ઉત્તરીય રાજસ્થાન અસંતોષના મોજામાં છે. આવી સ્થિતીમાં મતદારો કોને સાથ આપશે તે બાબત હજુ નક્કી કરવામાં આવી નથી. છેલ્લી વિધાનસભાની ચૂંટણીમાં મોદી લહેર રહ્યા બાદ આ વખતે કોંગ્રેસને આવી કોઇ ચિંતા સતાવી રહી નથી. છેલ્લી ચૂંટણીમાં કોંગ્રેસને માત્ર છ સીટ જીતવામાં સફળતા મળી હતી. આ વખતે તેને ખુબ ઓછી સીટ હાથ લાગ છે. ઉત્તરીય રાજસ્થાનમાં અન્ય પાર્ટીઓ છેલ્લી ચૂંટણીમાં આઠ સીટો જીતી ગઇ હતી.