નવી દિલ્હી : પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં સતત ૧૩ દિવસ સુધી ઘટાડો કરવામાં આવ્યા બાદ આજે બુધવારે તેલ કિંમતો યથાવત રાખવામાં આવી હતી. જા કે છેલ્લા કેટલાક દિવસથી અવિરત ઘટાડાના કારણે મોટી રાહત મળી છે. છેલ્લા એક મહિનામાં દિલ્હીમાં પેટ્રોલની કિંમતમાં ૬.૫૪ રૂપિયા અને ડીઝલની કિંમતમાં ૬.૪૩થી વધુનો ઘટાડો કરવામાં આવી ચુક્યો છે. સતત ઘટાડાના કારણે એકબાજુ ડીઝલની કિંમત હવે ત્રણ મહિનાની નીચી સપાટી પર પહોંચી છે. આવી જ રીતે પેટ્રોલની કિંમતમાં આઠ મહિનાની નીચી સપાટી જાવા મળી રહી છે. ઓક્ટોબર મહિનામાં સૌથી ઉંચી સપાટી પર પહોંચી ગયા બાદથી તેમાં ૩૧ ટકા સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે.
છેલ્લા ૪૨ દિવસના ગાળામાં જ ક્રુડ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ઘટાડાનો દોર જારી રહ્યો છે. તેલ કિંમતોમાં ઘટાડાના પરિણામ સ્વરુપે વાહન ચાલકોને સતત રાહત મળી રહી છે. ઓપેકની બેઠક ગુરૂવારના દિવસે મળનાર છે ત્યારે જુદા જુદા પાસા પર વિચારણા કરવામાં આવનાર છે. આ બેઠક ઉપયોગી સાબિત થઇ શકે છે.દેશભરમાં નવેમ્બર મહિનામાં હજુ સુધી પેટ્રોલની કિંમતમાં પાંચ રૂપિયાથી વધારે અને ડીઝલની કિંમતમાં ૪.૩૦થી વધુનો ઘટાડો કરવામાં આવી ચુક્યો છે. છેલ્લા એક મહિનાના ગાળામાં પેટ્રોલની કિંમતમાં આઠ અને ડીઝલની કિંમતમાં છ રૂપિયાથી વધુનો ઘટાડો થયો છે. ૧૭મી ઓક્ટોબર બાદથી પેટ્રોલમાં આઠ રૂપિયાથી વધુનો ઘટાડો નોંધાયો છે. અમેરિકા અને ચીન વચ્ચે સ્થિતી હવે હળવી થઇ રહી છે.
તેલ કિંમતોમાં હજુ વધ ઘટાડો થવાના સંકેત દેખાઇ રહ્યા છે. આવી સ્થિતીમાં ચૂંટણીમાં કેન્દ્ર સરકારને મોટી રાહત મળી શકે છે.ઓપેકની બેઠક ગુરૂવારના દિવસે વિયેનામાં મળનાર છે. જેમાં કિંમતોને સ્થિર કરવા માટે ઉત્પાદનમાં કાપ મુકવામાં આવશે કે કેમ તે પાસા પર ચર્ચા કરવામાં આવનાર છે.પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં મંગળવારના દિવસે સતત ૧૩માં દિવસે ઘટાડો કરવામાં આવ્યો હતો. આની સાથે જ તેલ કિંમતો વધુ નીચી સપાટી પર પહોંચી હતી. પેટ્રોલ અને ડીઝલની કિંમત વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે પણ ઘટી હોવાનો મત કેટલાક લોકો વ્યક્ત કરે છે. કર્ણાટક ચૂંટણી વેળા પર પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. આ વખતે પણ પહેલાથી જ આ બાબતની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી હતી. જા કે શક્યતા યોગ્ય સાબિત થઇ હતી.