બુલંદશહેર : ઉત્તરપ્રદેશના બુલંદશહેરમાં ભીડની હિંસાનો શિકાર થયેલા શ્યાના ઇન્સ્પેક્ટર સુબોધકુમારના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. ભારે આઘાતનું મોજુ એ ગાળા દરમિયાન તેમના વતનમાં ફેલાઈ ગયું હતું. સુબોધકુમારના પત્નિએ કહ્યું હતું કે, તેમના પતિને અનેક વખત જાનથી મારી નાંખવાની ધમકીઓ મળી રહી હતી. પત્નિએ એમ પણ કહ્યું હતું કે, તેમને દરેક કિંમતે ન્યાય જાઇએ છીએ. તેમના પતિના હત્યારાઓને પોલીસ ધરપકડ કરે તે જરૂરી છે. યુપી સરકારને લઇને પણ નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી. પાર્થિવ શરીરને એટા સ્થિત તેમના ગામમાં લઇ જવામાં આવ્યું હતું. બીજી બાજુ પરિવારના સભ્યોએ પણ નારાજગી વ્યક્ત કરી હતી. સુબોધકુમાર મૂળબૂતરીતે એટાના તારંગના ગામના નિવાસી હતા.
તેઓ ૧૯૯૮માં ઉત્તરપ્રદેશ પોલીસમાં જોડાયા હતા. પોલીસમાં નોકરી દરમિયાન તેઓ સાહસી અધિકારી તરીકે જાણીતા થયા હતા. તેમની બોલબાલા દિનપ્રતિદિન વધી હતી. અખલાક કેસમાં પણ થોડાક સમય સુધી તપાસની જવાબદારી સંભાળી હતી. તેમના ભીડ હિંસામાં મોત બાદથી તેમના ગામમાં લોકોમાં નારાજગી જાવા મળી રહી છે. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે, સમગ્ર મામલામાં ઉંડી તપાસ ચાલી રહી છે. વહેલીતકે અપરાધીઓને પકડી લેવામાં આવશે. એફઆઈઆરમાં કહેવામાં આવ્યું છે કે, મુખ્ય અપરાધી તરીકે યોગેશ રાજ છે અને તેને પકડી પાડવાના પ્રયાસ થઇ રહ્યા છે. તેમના વતન ગામમાં સુબોધના આજે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આ ગાળા દરમિયાન મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા. પોલીસે હજુ સુધી કેટલાકની પુછપરછ કરી છે. એસઆઈટીની રચના પણ કરાઈ છે. સુબોધકુમારની બહેને કહ્યું છે કે, તેમના ભાઈને પોલીસે મારીને હત્યા કરાવી છે.