મુંબઇ : વિતેલા વર્ષોમાં અનેક સુપરહિટ ફિલ્મ કરી ચુકેલી ખુબસુરત તબ્બુ પાસે હાલમાં બે મોટી ફિલ્મ છે. જેમાં અજય દેવગનની સાથે રોમેÂન્ટક કોમેડી ફિલ્મ દે દે પ્યાર દે અને સલમાન ખાનની સાથે ભારત ફિલ્મનો સમાવેશ થાય છે. જે પૈકી અજય દેવગનની સાથે તેની ફિલ્મ દે દે પ્યાર દે ૨૬મી એપ્રિલના દિવસે રજૂ કરાશે. જ્યારે ભારત પાંચમી જુનના દિવસે રજૂ કરાશે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝની શાનદાર અભિનેત્રી તરીકે ગણાતી તબ્બુએ પોતાની કેરિયરમાં અનેક શાનદાર ભૂમિકા અદા કરી છે. જેમાં જટિલ, ઇન્ટેન્સ અને પડકારરૂપ ભૂમિકાનો સમાવેશ થાય છે. જા કે તે હવે હળવી ભૂમિકા કરવા માંગે છે. ટેન્શનફ્રી રોલ કરવા માટે તેની ઇચ્છા છેલ્તબ્બુએ કહ્યુ છે કે તે હવે નંબર ગેમમાં પડવા માંગતી નથી. સોશિયલ મિડિયા આજે લોકોની જરૂરનો હિસ્સો છે.
આને કઇ રીતે લેવામાં આવે છે તે અંગે પુછવામાં આવતા તબ્બુએ કહ્યુ હતુ કે તે ઇસ્ટાગ્રામ પર છે અને તેને લઇને ખુશ પણ છે. કારણ કે તેને હમેંશા ફોટાઓને લઇને ક્રેઝ રહ્યો છે. ટ્વીટર પર તે નથી. કારણ કે ત્યાં જઇને તે વાત કરતી નથી. આ તમામ બાબતો જરૂરી છે કે કેમ તે અંગે તે ચક્કરમાં પડવા માંગતી નથી. ગંભીર ફિલ્મોની શાનદાર અભિનેત્રી તરીકે આપની ઓળખ છે તેને લઇને જે છાપ ઉભી થઇ છે તેનાથી તે ખુશ છે કે કેમ તે અંગે પુછવામાં આવતા તબ્બુએ કહ્યુ છે કે તેની એક પ્રકારની છાપ ઉભી થઇ છે. આને લઇને તે ખુશ છે. તેનુ કહેવુ છે કે તે પોતાની કોઇ ચીજને બદલી નાંખવા માટે તૈયાર નથી. તે કેટલીક હિટ ફિલ્મમાં કામ કરી ચુકી છે. ક્યારેય કોઇ પરંપરાને તોડવા અથવા તો સ્થાપિત કરવા માટે કામ કર્યુ નથી. તેનુ કહેવુ છે કે તે અભિનેત્રી બનવા માટેનુ સપનુ લઇને ક્યારેય આવી ન હતી. તે હવે થકવી દેતી ફિલ્મોમાં કામ કરવા માટે ઇચ્છુક નથી. હળવુ ફિલ્મો કરવા માંગે છે.