લેફ્ટનેંટ કમાંડર વર્તિકા જોશીની નેતૃત્વ હેઠળ નૌસેનાની મહિલાઓનું એક ચાલક દળ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ગોવાથી આઠ મહિના માટે વિશ્વ યાત્રા પર નીકળ્યું છે. આ વિશ્વ યાત્રા દરમિયાન કેપ હોર્ન પાર કરવો એ મોટો પડકાર હતો. આ પહેલા પણ ગણતરીના લોકોએ જ આ સાહસ આ સાહસ દર્શાવ્યું છે. કેપ હોર્ન દરિયામાં ખૂબ જ ઉથલપાથલ થતી રહે છે તેથી જ આ સ્થળ વિશે કંઇપણ અનુમાન લગાવવું અઘરું છે. આ દળે આજે કેપ હોર્ન પાર કરી લીધું છે.
આ પ્રસંગે પ્રધાનમંત્રી મોદીએ મહિલા ચાલક દળને અભિનંદન આપતા જણાવ્યું કે દેશ આ દળની સફળતા પર ગર્વ અનુભવી રહ્યો છે.