બેયર ઝાયડસ ફાર્માએ અમદાવાદ ઓબ્સ્ટેટ્રિક એન્ડ ગાયનેકોલોજીકલ સોસાયટીના સહયોગથી પીસીઓએસ અંગે જાગૃતિ ફેલાવવા ‘ફેસ ઓફ કોન્ફિડન્સ વોકેથોન યોજી ભારતમાં પીસીઓએસ (પોલીસિસ્ટીક ઓવરિયન સિન્ડ્રોમ) અને મહિલાઓમાં તેની ઘટનાઓના પ્રમાણમાં થતાં વધારા અંગે જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ સાથે અમદાવાદ ઓબ્સ્ટેટ્રિક એન્ડ ગાયનેકોલોજીકલ સોસાયટીના સહયોગ સાથે ધી બેયર ઝાયડસ ફાર્મા દ્વારા ‘ફેસ ઓફ કોન્ફિડન્સ’ વોકેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું.
વિશ્વભરમાં રિપ્રોડેયુસિવ ઉંમરની અંદાજે ૫માંથી ૧ મહિલાને અસરકર્તા અને હોર્મોનલ ડિસઓર્ડર તરીકે ઓળખાતા પીસીઓએસ અંગે ચર્ચાને બળ આપવા માટે મોટી સંખ્યામાં ગાયનેકોલોજીસ્ટ અને હેલ્થ એક્સપર્ટસઆ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતા, જેમાં વાણી હોસ્પિટલ અને આઇવીએફ સેન્ટરના ડો. કામીની પટેલ, ડો. શાહ મેટરનીટી એન્ડ નર્સિંગ હોમના ડો. જિગ્નેશ શાહ તથા કદમ વુમન્સ હોસ્પિટલના ડો. મનોજ પંડ્યા વિશેષ ઉપસ્થિત રહ્યાં હતાં. આના કારણે મહિલાઓને ખીલ, ચહેરા ઉપર બિનજરૂરી વાળ અને વજનમાં વધારા જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.
મહિલાઓની જીવનશૈલીમાં જરૂરી બદલાવ લાવવા માટે જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ્ય સાથે બેયર ઝાયડસ ફાર્મા દ્વારા ફેસ ઓફ કોન્ફિડન્સ વોકેથોન યોજાઇ હતી, જે દ્વારા મહિલાઓને પીસીઓએસ અંગે જાણકારી આપવાની સાથે તેનો સામનો કરવાની માહિતી અપાઇ હતી.
આ વોકેથોન અંગે વાત કરતાં એક ગાયનેકોલોજીસ્ટે જણાવ્યું હતું કે, પીસીઓએસ એક સાયલન્ટ ડિસઓર્ડર તરીકે ઓળખવામાં આવે છે કારણકે તેનાથી પીડીત અડધી જેટલી મહિલાઓમાં રોગનું નિદાન થતું નથી. આનાથી ટાઇપ ૨ ડાયાબિટીસ, ગર્ભાવસ્થા દરમિયાન સમસ્યા તથા ડિપ્રેશન જેવી સમસ્યાઓ પણ પેદાથઇ શકે છે. વિશ્વમાં ભારત ડાયાબિટીસ કેપિટલ તરીકે ઓળખાય છે ત્યારે લોકોનું આ બાબતે ધ્યાન આકર્ષિત કરવું તથા આહારમાં જરૂરી બદલાવ સાથે જીવનશૈલીમાં પરિવર્તન લાવવું, કસરત કરવી જેવા પ્રયાસોથી ખાસ કરીને મહિલાઓમાં પીસીઓએસનું વ્યવસ્થાપન કરવામાં મદદ મળી રહેશે.